જિલ્લાઓમાં ટાસ્ક ફોર્સ કાર્યરત જન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન: દિલીપ ઠાકોર
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે રાજ્યમાં બાળ મજુરી નાબુદી થાય તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમય બધ્ધ આયોજન કર્યું છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ફોર્સની રચના કરીને બાળમજુરી અંગે સમયાનુસાર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે અને જનજાગૃતિના પ્રયાસો પણ હાથ ધરાઈ છે.
આજે વિધાનસભા ખાતે બોરસદ તાલુકામાં ઈટોના ભઠ્ઠામાં બાળમજૂરી અંગેની ફરિયાદના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી ઠાકોરે ઉમેર્યું કે આણંદ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં બાળમજૂરી ચકાસણી અંગે ૨૯ સંસ્થાઓની ચકાસણી કરીને કસૂરવારો સામે ૮ થી ૧૦ FIR નોંધાઈ છે.
તેમણે કહ્યું કે તમામ જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષે રચાયેલ આ ટાસ્ક ફોર્સમાં ૧૦ થી ૧૨ ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે જેની રીવ્યુ બેઠકો નિયમિત યોજાય છે અને જિલ્લામાં જનજાગૃતિ આવે તે માટેના કાર્યક્રમોનું સ્થાનિક કક્ષાએ આયોજન કરાય છે. આણંદ જિલ્લામાં જનજાગૃતિ માટે રૂપિયા ૩.૭૭ લાખની ફાળવણી કરાઇ છે અને રૂપિયા ૧.૨૭ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.