આણંદ જીલ્લામાં વિનામુલ્યે પશુસારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ
આણંદ: આણંદ જીલ્લામાં સેવાસેતું કાર્યક્રમ અંતર્ગત ઉમરેઠ તાલુકામાં નવાપુરા ગામમાં, પેટલાદ તાલુકામાં સુદરણાં, ખંભાત તાલુકામાં ભીમતળાવ ગામમાં આજરોજ વિનામુલ્યે પશુસારવાર કેમ્પોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વંધત્વ નિવારણ, મેડીસીનલ કેસોની સારવાર તેમજ કુમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ તમામ તાલુકામાં કુલ વંધ્યત્વના ૯૮ કેસોની ,મેડીસીનના ૩૭૨ કેસો , ક્રુમિનાશકના દવાના ૪૪૩ કેસોની વિનામુલ્યે સારવાર આપવામાં આવી હતી. આમ કુલ ૯૧૩ પશુઓને સારવાર આપવામાં આવી. જેમાં કુલ ૧૪૬ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હોવાનું જિલ્લા પશુપાલન અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.