Western Times News

Gujarati News

જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડ સહિત જિલ્લાના નાગરિકોએ “ડુ યોગા બીટ કોરોના” માં ઉત્સાહભેર ભાગ લીધો

તા.૨૧ મીના વિશ્વ યોગા દિવસની ઉજવણી સ્ટે એટ હોમ યોગા વીથ ફેમીલી કરવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

લુણાવાડા: ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન યોગાસનો શ્રેષ્ઠ સાબિત થયા છે. ભારતીય યોગાસને વિશ્વમાં અનેરૂ સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. દેશ અને વિદેશના લોકો મન અને તનના આરોગ્ય માટે યોગાસનો કરે છે. ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન આ યોગને વિશ્વએ સ્વીકારી ૨૧ મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે.

હાલ વિશ્વ કોરોના સામે લડી રહ્યુ છે. ત્યારે તેની સામે લડવા માટે યોગ પણ શ્રેષ્ઠ માધ્યમ છે. કોરોના સંક્રમણથી બચવા માટે યોગ ખૂબ મહત્વનું બની રહ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યોગમાં સૌને જોડાવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તા. ૨૧મી જૂનના વિશ્વ યોગ દિવસના અનુસંધાને યોગ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે.

આ મુહિમના ભાગરૂપે આજે તા. ૧૯ મીના રોજ યોગ કરીશું કોરોનાને હરાવીશું થીમ આધારિત પોતાને મનગમતો યોગ કરી પોતાનો ફોટો પોતાના સોશિયલ મીડીયા જેમ કે ફેસબુક, ટ્વીટર કે ઇન્સ્ટાગ્રામ પર ઈંર્ડ્ઢર્રૂખ્તટ્ઠમ્ીટ્ઠંર્દ્ભિર્હટ્ઠ કરી અપલોડ કરવાની મુહિમના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, શાળાના શિક્ષકો, પ્રબુધ્ધ નાગરિકો, સહિત પ્રજાજનોએ ઉત્સાહભેર ભાગ લઇને વિશ્વ યોગ દિવસની ઉજવણી અગાઉ યોગ કરીશું કોરોનાને ભગાવીસું તે માટે કટીબધ્ધ થયા હતા.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આગામી તા.૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે તા. ૨૧ મી ના રોજ જિલ્લાના સૌ પ્રજાજનોને યોગા એટ હોમ- યોગા વીથ ફેમીલીના કન્સેપ્ટને અપનાવવામાં આવેલ વિશ્વ યોગ દિન નિમિત્તે ઘરે રહીને યોગા કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડે અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.