જિલ્લા પંચાયતની બાજુમાં જ આવેલી ઓરડીમાં ચાલી રહી હતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ
Bharuch જિલ્લા પંચાયતના ગેટને અડીને આવેલ બિન ઉપયોગી ઓરડી વ્યસનકારો માટે આશીર્વાદરૂપ !
ઓરડીમાંથી દેશી દારૂની ખાલી પોટલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ જુગાર રમવાના પાના – પત્તા મળી આવતા ઓરડીની બારી ખુલ્લી રાખવામાં આવતા જીલ્લા પંચાયત પણ શંકાના દાયરામાં
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના જાહેર મુખ્ય માર્ગ ઉપર જીલ્લા પંચાયત કચેરી આવેલ છે અને પંચાયતના પ્રથમ ગેટને અડીને આવેલ બિન ઉપયોગી એક ઓરડી વ્યસનકારો માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય તેમ ઓરડી માંથી દેશી દારૂની ખાલી પોટલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ જુગાર રમવાના પાના – પત્તા મળી આવતા ઓરડીની બારી ખુલ્લી રાખવામાં આવતા જીલ્લા પંચાયત પણ શંકાના દાયરામાં આવી રહી છે.
ભરૂચના હાર્દસમા વિસ્તાર એવા પાંચબત્તીના જાહેર મુખ્ય માર્ગ ઉપર જીલ્લા પંચાયત કચેરી આવેલી છે અને આ જીલ્લા પંચાયત કચેરીના પ્રથમ ગેટની બાજુમાં એક ઓરડી બનાવવામાં આવી હતી. પરંતુ આ ઓરડીની મેન રોડની સાઈડ એક બારીની બનાવવામાં આવી છે.
જે જગ્યા ઉપર બારી બનાવવામાં આવી છે ત્યાં કોઈ પણ જાતની ગ્રીલ નહીં લગાવવામાં આવતા અને ખુલ્લુ રાખવામાં આવતા જીલ્લા પંચાયતની આ ઓરડી વ્યસનકારો માટે આશીર્વાદરૂપ સાબિત રહી છે
અને આ ઓરડી માંથી વિદેશી દારૂની ખાલી બોટલો, દેશી દારૂની ખાલી પોટલીઓ તથા જુગાર રમવાના પાના – પત્તાનો જથ્થો જોવા મળતા આ બિન ઉપયોગી ઓરડીમાં ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોવાના પ્રાથમિક અનુમાન વચ્ચે જીલ્લા પંચાયત આ ઓરડીમાં અઘટિત ઘટના બને તે પહેલા બિન ઉપયોગી ઓરડીને બંધ કરવાના પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે એક તરફ ભરૂચ પોલીસ વિભાગ સમગ્ર શહેરમાં દબાણો દૂર કરવા અને રોડની સાઈડમાં મુકવામાં આવેલ વાહનોને લોક કરી દંડનીય કાર્યવાહી કરવામાં મગ્ન બની છે.
પરંતુ ભરૂચમાં દારૂનું દૂષણ નાથવામાં નિષ્ફળ રહેતી હોય તેમ જીલ્લા પંચાયતની બીજ ઉપયોગી ઓરડી માંથી મળી આવેલ વિદેશી દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની પોટલીના જથ્થા તેમજ જુગાર રમવાના પાના – પત્તા ઉપરથી સાબિત થઈ રહ્યું છે.ત્યારે જીલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બિન ઉપયોગી ઓરડીને કયારે બંધ કરે છે તે જોવું રહ્યું.