જિલ્લા પંચાયત અમદાવાદની આયુર્વેદ શાખા દ્વારા મોટાપાયે અમૃત પે (આયુર્વેદિક ઉકાળા) તથા હોમીઓપેથી દવાનું વિતરણ
૨૦.૭૦ લાખ લોકોને ઉકાળાનું વિતરણ તથા ૧૩.૨૦ લાખ લોકોને હોમિયોપેથીક દવા અપાઇ
હાલમાં ચાલતી કોરોના COVID-19 મહામારી સામે રક્ષણ માટે રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુ આયુષ વિભાગની માર્ગદર્શિકા મુજબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સરકારી આયુર્વેદ દવાખાનાઓ દ્વારા ડોર-ટુ-ડોર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૨૦.૭૦ લાખ લોકોને ઉકાળાનું વિતરણ તથા ૧૩.૨૦ લાખ લોકોને હોમિયોપેથીક દવા અપાઇ છે.
સરકારી હોમિયોપેથી દવાખાના દ્વારા રોગ પ્રતિકારક શક્તિ માટે આર્સેનિક આલ્બ-૩૦ દવાનું વિતરણ પણ ચાલી રહ્યું છે . ઉપરાંત આ કપરા સમયમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ તથા સફાઇ કર્મીઓ ને પણ વિવિધ કચેરીઓ ખાતે ઉક્ત દવાઓ આપવામાં આવી રહી છે તથા હાલમાં લોકડાઉનના સમયમાં લોકો ઘરે રહીને જ પોતાની ઇમ્યુનિટી વધારે તેવા ઘરગથ્થુ ઉપચારો તથા યોગ બાબતે મોટે પાયે આ ઈ.સી.પણ કરવામાં આવી રહી છે. રાજ્ય રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ હાલમાં જિલ્લામાં ચાલતા કોરેન્ટાઇન સેન્ટર ખાતે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આયુર્વેદિક ઉકાળા તથા સંશમની વટી અને હોમયોપેથીક દવાનું વિતરણ પણ થઈ રહ્યું છે.
અમદાવાદ જિલ્લામાં ગઇકાલ સુધીમાં અમૃત પે આયુર્વેદિક ઉકાળાનો કુલ ૨૨,૭૦,૦૬૮ લાભાર્થીઓએ તથા હોમિયોપેથીક દવાનો કુલ ૧૩,૨૧,૧૩૮ લાભાર્થીએ લાભ લીધો તથા ઉક્ત દવાઓ જીલ્લાની સરકારી આયુર્વેદિક/હોમીયોપેથીક હોસ્પિટલો અને દવાખાનાઓ ખાતે મળશે જેના માટે ૧૦૪ હેલ્પલાઈનનો સંપર્ક કરવા વૈધ હેમંત જોષી જીલ્લા આયુર્વેદિક અધિકારી અમદાવાદ એક યાદીમાં જણાવ્યું છે.