જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના કાર્યક્રમના સુચારું આયોજન અંગે જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
ગોધરા,પંચમહાલ જિલ્લામાં ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી ના ઓકિસજન પ્લાન્ટ તેમજ વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નવનિર્મિત ભવનના લોકાર્પણ સમારોહના કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ પધારનાર છે.
જે કાર્યક્રમના સુચારું આયોજન માટે પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, નાયબ જિલ્લા પોલીસ વડા હિમાલા જોષી તેમજ પંચામૃત ડેરીના મેનેજીંગ ડીરેકટર અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના મેનેજીંગ ડીરેકટરની ઉપસ્થતિમાં જિલ્લાના સંબધિત અધિકારી ઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રભારીમંત્રી એ ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી ના ઓકિસજન પ્લાન્ટ અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નવનિર્મિત ભવનના લોકાર્પણ સમારોહના સુચારું આયોજન અંગે પંચામૃત ડેરીના મેનેજીંગ ડીરેકટર, પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના મેનેજીંગ ડીરેકટરશ્રી તેમજ
જિલ્લાના સંબધિત અધિકારી ઓ સાથે કાર્યક્રમ સંબધિત આયોજન અંગેની જાણકારી મેળવી સમીક્ષા કરી તે સંદર્ભે કરવાની થતી કામગીરી માટે ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સુચન કરી આ કાર્યક્રમને સુપરે પાર પાડવા માર્ગદર્શન આપ્યું હતું.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા