Western Times News

Gujarati News

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્ય આર.આર.મકવાણાને ફરજ પર હાજર થવાની નોટીસ

અમદાવાદ તાલુકાના દેવધોલેરા ગામે RMSA સરકારી માધ્યમિક શાળામાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવતા શ્રી આર.આર.મકવાણા લાંબા સમયથી પોતાની ફરજ પર ગેરહાજર રહેતાં ફરજ પર હાજર થવા સંબંધિત કમિશનરશ્રી શાળાઓની કચેરી દ્વારા અવાર – નવાર જાણ કરેલ તેમ છતાં તેઓ હાજર ન થતાં અખબારી યાદી દ્વારા આખરી નોટીસથી જાણ કરવામાં આવે છે કે આ નોટીસ પ્રસિધ્ધ થયાના દિન-૩૦ માં તેમને ફરજ પર હાજર થવા સુચના આપવામાં આવી છે.તેમ છતાં તેઓ હાજર નહિ થાયતો તમો ફરજ બજાવતા માંગતા નથી એમ ગણીને તમારી સેવા સમાપ્ત કરવા કાર્યવાહી હાથ ધરવામા આવશે અને ત્યાર બાદ તમારી કોઇ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ જેની નોધ લેવી. એમ જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.