GST અધિકારી હવે ગમે ત્યારે વેપારીને ત્યાં વિઝીટ નહીં કરી શકે
(એજન્સી) અમદાવાદ, તાજેતરમાં જ જીએસટીના કાયદામાં કરાયેલા સુધારાને લઈને કરદાતાઓ ચિંતીત બન્યા હતા. નવી જાેગવાઈ મુજબ જીએસટી અધિકારી ગમે ત્યારે કરદાતાના સ્થળની મુલાકાત લઈને બાકી ટેક્ષની ઉઘરાણી કરી શક છે.
આ જાેગવાઈના કારણે કરદાતાઓને પઠાણી ઉઘરાણી જેવો આ કાયદો હોવાનો ડર લાગ્યો હતો. જેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ (સીબીઆઈસી-સીબીક્)એ તાજેતરમાં પરિપત્ર કરીને સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે કરદાતાને પહેલા સાંભળવાનો મોકો અપાશે.
જીેએસટીની નવી જાેગવાઈ મુજબ જીએસટીની કલમ ૭પમાં સુધારો કરાયો છે. આ સુધારા મુજબ જે કરદાતાએ જીએસટીઆર-૧માં વેચાણ દર્શાવ્યુ હોય પરંતુ જીએસટીઆર-૩ બીના ટેક્ષ ન ભર્યો હોય એવા કિસ્સામાં જીએસટી અધિકારી ભરવા પાત્ર ટેક્ષની વસુલાત માટે વેપારીને ત્યાં મુલાકાત કરી શકશે એવી ખોટી માન્યતા ઉભી થઈ હતી. જેને લઈને સીબીઆઈસીએ પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે કે જીએસટી આર -૧ માં હોય પરંતુ જીએસટી આર-૩ બી માં ન હોય એવા સેલ્ફ એસેસમેન્ટ માટે અધિકારીને કાર્યવાહી કરવાની સત્તા અપાઈ છે.
પરંતુ આ સત્તાનો ઉપયોગ કરતા પહેલાં અધિકારી દ્વારા વેપારીને પત્ર લખીને ખુલાસો કરવાની તક આપવી પડશે. વેપારીનો ખુલાસો સંતોષકારક ન હોય એવા કિસ્સામાં અધિકારી દ્વારા તેમના ઉપરી અધિકારીને જણાવી રીકવરી કરી શકશે. આમ, આ સ્પષ્ટતા થતાં કરદાતાઓને કોઈ કારણોસર ટેક્ષ ભરવામાં મોડુ થયુુ હોય તો પોતાનુૃં કારણ રજુ કરી અધિકારીની રીકવરી કાર્યવાહીને રોકી શકશે.