Western Times News

Gujarati News

GST અને IT રિટર્નમાં મોટા પાયે ગોટાળાઃ નોટિસો નીકળશે

નવીદિલ્હી,દેશભરમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે જીએસટી વિભાગ હવે જૂના કેસની ચકાસણી કરવાની તૈયારી કરે છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ બોર્ડ દ્વારા ડેટા એનાલિસીસ મારફત ઢગલાબંધ એવા કેસની ઓળખ કરી છે જેમાં ગોટાળા કરવામા આવ્યા છે.ખાસ કરીને નાનાથી માંડીને મોટા ધંધાર્થીઓ અને બિઝનેસમેનોના આઈટીઆર અને જીએસટી રિટર્નમાં મોટા ગોટાળા પકડાયા છે અને હવે જૂના કેસની ચકાસણી શ થશે અને સાથોસાથ સેંકડો આવા લોકોને નોટિસ આપવાની તૈયારી થઈ રહી છે.

અધિકારીઓએ મીડિયાને એવી માહિતી આપી છે કે, બિઝનેસમેનો અને નાના ધંધાર્થીઓ તરફથી દાખલ કરવામાં આવેલ જીએસટી રિટર્નની મેળવણી સરકાર પાસે ઉપલબ્ધ બીજા સ્ત્રોત સાથે કરવામાં આવી છે અને તેમાં મોટા ગોટાળા પકડાયા છે જે જાણકારી આપવામાં આવી છે તેમાં અને આવકમાં મોટું અંતર દેખાઈ રહ્યું છે.આવા કેસમાં હવે ઝડપી તપાસ શ થશે અને ખોટી માહિતી આપનારા લોકોને નોટિસ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ કહ્યું છેકે ધંધાર્થીઓના આઈટીઆર અને જીએસટી રિટર્નમાં મોટું અંતર જાેવા મળ્યું છે. આગામી બે માસ દરમિયાન આવા તમામ લોકોને નોટિસ આપીને જવાબ માગવામાં આવશે.સામાન્ય રીતે કરદાતાઓ આકલન અથવા ટેકસની નોટિસથી ડરતા હોય છે. વાસ્તવમાં વેપારીઓએ સાચી જાણકારી આપવી જાેઈએ અને પોતાની આવક છૂપાવવી જાેઈએ નહીં નહીંતર તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

સ્ક્રુટીની વિભાગ હવે સક્રિય થઈ ગયું છે અને કરદાતાઓ તરફથી દાખલ કરવામાં આવેલા જીએસટી રિટર્નની તપાસણી કરવાનું કામ શ કરશે.આ પ્રકારની તપાસ અને ઓડિટમાં ડેટા એનાલિસીસની મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે અને સીબીડીટીના ડેટા અનાલિસીસ મારફત મોટી કરચોરી પકડાય છે પરંતુ હજુ અંતર જ બહાર આવ્યું છે અને કેટલી આવક કોણે છૂપાવી છે તેની વિગતો હવે પછી તપાસમાં ખૂલશે અને બધાને નોટિસો આપવામાં આવશે.hs2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.