જીએસટી પરિષદની ૪૩મી બેઠક ૨૮ મે ના રોજ ઓનલાઈન યોજાશે
નવીદિલ્હી: દેશના નાણાંપ્રધાન ર્નિમલા સીતારમણ ૨૮મેએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ૨૮મેએ જીએસટી બેઠકને સંબોધશે. તેમના કાર્યાલયે ટિ્વટર પર આ અંગેની માહિતી આપી હતી. આ બેઠકમાં તેમની સાથે નાણા રાજ્યપ્રધાન અનુરાગસિંહ ઠાકુર પણ હશે.
કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ૨૮મેએ સવારે ૧૧ વાગ્યે ઓનલાઈન બેઠક યોજાશે આ અંગે મળતી માહિતી અનુસાર, નાણાંપ્રધાન ર્નિમલા સીતારમણ ૨૮ મેએ સવારે ૧૧ વાગ્યે ૪૩મી જીએસટી પરિષદની બેઠક યોજશે.
આ બેઠકમાં તેમની સાથે નાણાં રાજ્યપ્રધાન સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાપ્રધાન તેમ જ વરિષ્ઠ સરકારી અધિકારી ઉપસ્થિત રહેશે.પશ્ચિમ બંગાળના નાણાપ્રધાને જીએસટી બેઠક બોલાવવા આગ્રહ કર્યો હતોઉલ્લેખનીય છે કે, આ પહેલા પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રાએ બુધવારે કેન્દ્રિય નાણાંપ્રધાન ર્નિમલા સીતારમણ સાથે રાજ્યોમાં અછતના સંદર્ભમાં ઉલ્લેખનીય અછત અંગે ચર્ચા માટે જીએસટી પરિષદની ઓનલાઈન બેઠક બોલાવવા આગ્રહ કર્યો હતો.