Western Times News

Gujarati News

જીએસટી રિટર્નના ટેક્ષમાં તફાવત મળતાં વેપારીઓને નોટિસ મળી

GST officer nabbedin bribe case by ACB gujarat

(એજન્સી)અમદાવાદ, ગુડ્‌ઝ એન્ડ સવિર્સ ટેક્ષ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને બે રીટર્નમાં આવેલા ટેક્ષના તફાવતને લઈને ઓનલાઈન એલર્ટ આપવાનું શરૂ કર્યું છે. આ તફાવતને લઈને શહેરના ખોટા ભાગના કરદાતાઓને નોટીસ પાઠવવામાં આવી હતી.

જેમાં કરદાતાઓના જુના વર્ષોના રીટર્નની તપાસ કરતા ૧૦ ટકા કરતા વધારે તફાવત જાેવા મળ્યો હતો. જેને લઈને કરદાતાઓએ જુના વર્ષના તફાવતનો ટેક્ષ સાથે પેનલ્ટી અને વ્યાજ ચુકવવાનો વારો આવ્યો છે. જીએસટીઆર-૧માં ભરવાપાત્ર ટેક્ષ અને જીએસટીઆર-૩બીમાં બતાવેલા ભરવા પાત્ર ટેક્ષ વચ્ચે જાે ૧૦ ટકાથી વધારે તફાવત હોય તેવા કિસ્સામાં ઓનલાઈન જીએસટી પોર્ટલમાં એલર્ટ દેખાડે છે.

જેમાં જીએસટી રીટર્નમાં તફાવતને લઈને તમારો નંબર સસ્પેન્ડ થઈ શકે છે. કાયદાની જાેગવાઈ ર૧ એ હઠળ જીએસટી અધિકારીને સત્તા છે કે આવા કિસ્સામાં કરદાતાનો જીએસટી નંબર રદ કરી શકે છે. આમ જે કોઈ કરદાતાઓને નાની મોટી ભુલના કારણે આવો તફાવત દેખાતો હોય તેવા કિસ્સામાં કરદાતાને જીએસટી નંબરનો સસ્પેન્ડની કાર્યવાહી હોઈ શકે છે. કરદાતાને સાભળ્યાં વગર ડીપાર્ટમેન્ટ એક તરફી કાર્યવાહીને કારણે કરદાતાની મુશ્કેલી વધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.