જીગ્નેશ મેવાણીની ધરપકડ મુદ્દે દલિત સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ

વડગામનાં ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે કરેલી ધડપકડ નાં વિરોધ માં અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે બાયડ તાલુકાના અનુસુચિત જાતિ સંગઠન દ્વારા પ્રાંત કચેરી, બાયડ ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જીગ્નેશ મેવાણી ની ધરપકડ કરેલ છે તે ગેર બંધારણીય ગણાવી દલિતોનો અવાજ દબાવવામાં આવતો હોવાનુ દલિત મહિલા અગ્રણી એ જણાવ્યું હતું,,ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને પી.એમ. મોદી પર કરેલ એક ટ્વીટ ને લઈ આસામ પોલીસ દ્વારા પાલનપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે દલિતોના મસીહા ની આ રીતે ધરપકડ કરવામાં આવતા દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો,,અને કલેકટર ને આવેદનપત્ર આપી ફરીવાર આ પ્રકારની ઘટના ન બને તે માટે રજુઆત કરી હતી.
દિલીપ પુરોહિત. બાયડ