Western Times News

Gujarati News

જીજાએ ગળું દબાવીને સાળીને કૂવામાં ફેકી દીધી, પોલીસે ૨ દિવસ બાદ જીવતી શોધી કાઢી

અલવર, રાજસ્થાનના અલવારમાં બે દિવસથી ગુમ ૧૭ વર્ષીય વિદ્યાર્થિની ઇજાગ્રસ્ત અવસ્થામાં કૂવામાં પડેલી મળી. આ ઘટના સંબંધમાં પોલીસ આરોપી બનેવીને કસ્ટડીમા ં લઈ લીધો છે. વિદ્યાર્થિની ગુમ થયાનો રિપોર્ટ કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમના જણાવ્યા મુજબ ૨ માર્ચ ૨૦૨૨થી ગુમ થયેલી છોકરીને પોલીસ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી.

લગભગ ૩૫ કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ છોકરીને બહાર કાઢવામાં આવી. આ ઘટનાની તપાસ એએસઆઇ વિજેન્દર સિંહને સોંપવામાં આવી હતી. તેમણે વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી છોકરી પોતાના બનેવી સાથે જતી નજરે પડી.

તેના આધાર પર બનેવીની પૂછપરછ કરી તો જણાવા મળ્યું કે તેણે છોકરીનું ગળું દબાવીને કૂવામાં ફેકી દીધી હતી. ત્યારબાદ એનડીઆરએફ અને એફએસએલની ટીમની સહાયતાથી મંગળ વિહાર સ્થિત નગર વિકાસ ન્યાસના ખાલી પ્લોટમાં બનેલા કૂવામાંથી છોકરીને કાઢવામાં આવી.

છોકરીને તપાસી જાેયું તો તેના શ્વાસ ચાલી રહ્યા હતા. આ સંબંધમાં આરોપી બનેવીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે તો વિદ્યાર્થિનીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેના કારણે તેને જયપુર રેફર કરી દેવામાં આવી છે. પોલીસ અધિક્ષક તેજસ્વિનીએ જણાવ્યું કે છોકરીના પરિવારજનોએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

૨ માર્ચના રોજ તેમની છોકરી જી.ડી. કૉલેજ ગઈ પરંતુ તે એ દિવસે ત્યાંથી ઘરે પાછી ન ફરી. પરિવારજનોએ તેને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ન મળી ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. અન્ય એક રિપોર્ટ મુજબ હત્યા કરવાના ઇરાદે બનેવીએ સાળીનું ગળું દબાવીને કૂવામાં ફેકી હતી. બે દિવસ બાદ પણ છોકરી કૂવામાં જીવતી પડેલી મળી. તેના માથામાં ગંભીર ઇજા થઈ છે. તેને પ્રાથમિક સારવાર માટે જયપુર રેફર કરી દેવામાં આવી છે.

છોકરી કૂવામાં પડી હોવાની જાણકારી મળતા જ એસપી તેજસ્વી ગૌતમ,એએસપીશ્રીમન મીણા, એએસપી સરિતા સિંહ, કોતવાલી પોલીસ સ્ટેશન અને અરાવલી પોલીસ સ્ટેશનના એસએચઓ એનડીઆરએફ અને એડીઆરએફની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને છોકરીને કૂવામાંથી બહાર કાઢી. આ કાર્યવાહીમાં કોતવાલી પોલીસ અને જીડ્ઢ્‌ની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી. આ ઘટનામાં પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે. છોકરી સાથે કોઈ દૂર્ઘટના તો નથી થઈને. હાલમાં છોકરીનો બનેવી પોલીસ કસ્ટડીમાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.