Western Times News

Gujarati News

જીટીયુના વિદ્યાર્થીઓને આવડતને આધારે કંપનીઓમાં જાેબ અપાશે

ટેકનોલોજીની કંપની સાથેે સંસ્થાએ MoU કર્યા

(એજન્સી) અમદાવાદ, એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓમાં સ્કીલ ડેવલપમેન્ટ, કોર્પોરેેટ કલ્ચર અને કોમ્યુનિકેશન સ્કિલના ગુણો વિકસિત થાય એવા આશય સાથે જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા તાજેતરમાં જ ટોપ્સ ટેકનોલોજીસ પ્રાઈવેટ લીમીટેડ સાથે સ્કીલ ડેવલપમેન્ટ સંદર્ભે ે એમઓયુ કરાયા હતા.

આ એમઓયુ પર જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો.ડી. એસ.ડી.પંચાલ અને ટોપ્સ ટેકનોલોજીસના એરિયા હેડ યાત્રિક ગોસ્વામી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંગે જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવીન શેઠે જણાવ્યુ હતુ કે આ એમઓયુ થકી વિદ્યાર્થીઓ ના વિકાસ સાથે સંકળોલી ટેકનિકલ અને નોન ટેકનિકલ બાબતો, કોમ્યુનિકેશન સ્કીલ અને પ્રિ-પ્લસમેન્ટ જેવી કુશળતા વિકસાવવામાં મદદરૂંપ થશે.

વધુમાં જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો.ડો.એસ.ડી.પંચાલે જણાવ્યુ હતુ કે છેલ્લા ૧ર વર્ષથી એન્જીનિયરીંગ ક્ષેત્રે પ્લેસમેન્ટ માટે કાર્યરત અને ર૦૦ થી વધુ કંપની સાથે જાેડાણ ધરાવતનાર અમદાવાદ સ્થિત ટોપ્સ ટેકનોલોજી પ્રાઈવેટ લીમીટેડ દ્વારા વાર્ષિક ૧૦૦૦થી પણ વધુ પ્લેસમેન્ટ કરવામાં આવે છેે.

ટોપ્સ ટેકનોલોજી સાથે કરાવેલ આ એમઓયુથી સાયબર સિક્યોરીટી, મોબાઈલ કોમ્યુનિકેશન, નેટવર્ક ટેકનોલોજી અને ડેટા સાયન્સના ક્ષેત્રમાં ઈન્ડસ્ટ્રીઝની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓમાં સ્કીલ ડેવલપમેન્ટ, કોર્પોરેટ કલ્ચર અને કોમ્યુનિકેશન્સ સ્કીલના ગુણો વિકસિત થશે.

આ ઉપરાંત દરેક વિદ્યાર્થીને આવડતના ધોરણે ૩ જુદી જુદી કંપનીઓમાં ઈન્ટરવ્યુ અને રોજગારની તક આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થી ઓના પ્લેસમેન્ટની પ્રવૃત્તિને વેગ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.