Western Times News

Gujarati News

જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા આર્ત્મનિભર ભારત અભિયાનને વેગ મળશે

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જીટીયુ અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ કર્યુ

સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમતા ધરાવે છેઃજીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા આર્ત્મનિભર ભારત અભિયાનને વેગ મળશે -શ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા

આંતરરાષ્ટ્રીય સ્તરે જીટીયુ એઆઈસી દ્વારા કરવામાં આવેલ એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા મશીન સમાજસેવાના ઉપલક્ષે જીટીયુને ભેટ આપવામાં આવ્યું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) પરિસરમાં શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે નવનિર્મિત અટલ ઇન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન અને વેગ મળે તે હેતુસર આ સેન્ટરને કાયાર્ન્વિત કરવામાં આવ્યું છે.
વધુમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જીટીયુ એઆઈસી દ્વારા કરવામાં આવેલ ટેસ્ટ પ્રવૃત્તિની નોંધ લઈને GTUની એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા સમાજસેવાના ઉપલક્ષે જીટીયુને ભેટ આપેલ  મશીનનો પણ કોવિડ-૧૯ના નિદાન માટે શુભારંભ કરવામાં આવ્યો હતો.

શિક્ષણમંત્રીશ્રીએ લોકાર્પણ કરતા કહ્યું કે, ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અનેક સકારાત્મક પગલાં ભર્યા છે. જીટીયુ દ્વારા વિકસાવવામાં આવેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ બિરદાવવામાં આવી છે.

“સ્ટાર્ટઅપ એટલે કે, સમસ્યાનું સમાધાન ચિંધતો વિચાર અને પ્રયોગ” સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમતા ધરાવે છે. જેમાં જીટીયુનો ફાળો સવિશેષ છે. જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા આર્ત્મનિભર ભારત અભિયાનને વેગ મળશે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ યુનિવર્સિટીમાંથી વિવિધ સંશોધન થાય તે, ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સને અનેક પ્રકારે લાભદાયી નિવડશે. ઉપરાંત નવીનત્તમ ટેક્નોલોજીની મદદથી ઉદ્યોગોના વિકાસ અને ઉત્પાદન ક્ષમત્તામાં વધારો કરવા માટે પણ મદદરૂપ થશે.

નીતિ આયોગ દ્વારા બાયોટેકનોલોજી, હેલ્થકેર અને મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્રમાં કાર્યરત ઈનોવેટીવ આઈડિયાને સહાયરૂપ થવાના સંદર્ભથી રૂ. ૧૦ કરોડનું આર્થિક યોગદાન મંજૂર કરેલ છે. જીટીયુ અટલ ઇન્ક્યુબેશન સેન્ટરમાં ૨૫થી વધુ બાયોટેક, બાયોમેડિકલ ડિવાઇસીસ ઉપલબ્ધ છે. તેમજ ૧૦૦થી વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે. વધુમાં શ્રેષ્ઠ ૭ સ્ટાર્ટઅપને આર્થિકરૂપે સહભાગી થવાના હેતુસર રૂપિયા ૩૦લાખ ૨૩ હજારથી વધુના ચેક આપવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.