જીટીયુની પરીક્ષામાં કોપી કરતા પકડાયેલા ૯૦ વિદ્યાર્થીઓને સજા
અમદાવાદ, જીટીયુ દ્વારા અગાઉ બે તબક્કામાં વિદ્યાર્થીઓને સજા કરાયા બાદ વધુ ૯૦ વિદ્યાર્થીઓને જુદા જુદા લેવલની સજા કરવામા આવી છે.શિયાળ સત્રની ડિગ્રી ઈજનેરી ,ડિગ્રી ફાર્મસી તેમજ ડિપ્લોમા ઈજનેરીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઈન મોડમાં જ લેવાઈ હતી અને જેમાં ૯૪ જેટલા વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા.આ વિદ્યાર્થીઓને અનફેર મિન્સ કમિટી સમક્ષ સુનાવણી માટે બોલાવાયા હતા.સુનાવણીને અંતે ચાર વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામા આવ્યા છે એટલે કે કોઈ સજા કરાઈ નથી.
જ્યારે ૪૨ જેટલા વિદ્યાર્થીઓને લેવલ ૩બીની સજા કરાઈ છે.જેમાં વિદ્યાર્થીઓનું વિન્ટર સેમેસ્ટર -૨૦૨૧ની પરીક્ષાના તમામ વિષયોનું પરિણામ રદ કરાયુ છે તેમજ આગામી સમર સેમેસ્ટર -૨૦૨૨ની પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.
આ વિદ્યાર્થીઓ હવે વિન્ટર ૨૦૨૨ની પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત એક વિદ્યાર્થીને લેવલ ૪સીની સજા કરાઈ છે.જે હવે વિન્ટર સેમેસ્ટર -૨૦૨૩ની પરીક્ષા સુધી કોઈ પણ સેમેસ્ટરની પરીક્ષામા બેસી નહી શકે.કેટલાક વિદ્યાર્થીઓને લેવલ-૧ની તો કેટલાક વિદ્યાર્થીઓને લેવલ-૨ની સજા કરવામા આવી છે.HS