જીટીયુની વિદ્યાર્થીનીઓને અને મહિલા સ્ટાફને ફ્રીમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે
અમદાવાદ, જીટીયુની વિદ્યાર્થીનીઓ સેલ્ફ ડિફેન્સના પાઠ ભણીને સુરક્ષિત રહી શકે તે માટે જીટીયુની ૪૫૭ કોલેજાેમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું નક્કી કરાયું છે.
આ અંગેનો પરિપત્ર આ સપ્તાહમાં કરવામાં આવશે. જીટીયુ પ્રાયોજિત આ મહિલા સશક્તિકરણ ઝુંબેશના ભાગરૂપે ચાંદખેડા સ્થિત કેમ્પસ તેમજ જીટીયુની વિવિધ કોલેજાેમાં અભ્યાસ કરતી આશરે ૧.૬૦ લાખ વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના શૈક્ષણિક-વહીવટી મહિલા સ્ટાફને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે. વિદ્યાર્થિનીઓ કટોકટીપૂર્ણ સ્થિતિમાં સ્વબચાવ કરી શકે તે હેતુથી એનજીઓના માધ્યમથી આ તાલીમ અપાશે.
જીટીયુના સ્પોર્ટસ વિભાગના અધિકારી ડો. આકાશ ગોહિલ આ પ્રોગ્રામના સંચાલન માટેની જવાબદારી સોંપાઈ છે. તેમણે જણાવ્યું કે, ચાંદખેડા કેમ્પસમાં સવારે અને સાંજે એમ બે શિફ્ટમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ લેનારા ૧૫૦૦ નિષ્ણાતને બોલાવાશે.
જીટીયુ ડો નવીન શેઠ કુલપતિ સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામનો તમામ ખર્ચ જીટીયુ ભોગવશે. ચાંદખેડા કેમ્પસ તેમજ સંકળાયેલી કોલેજમાં આ પ્રોગ્રામ આગળ ધપાવાશે. તેમાં ભાગ લેવો કે નહીં તે સ્વૈચ્છિક રહેશે.HS