જીતનરામ માંઝી કાલે ભાજપમાં જોડાશે
લખનઉ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોર્ચા (હમ) 3 સપ્ટેમ્બરના રોજ એનડીએમાં સામેલ થશે. સૂત્રો મુજબ, માંઝીને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. રાજ્યસભામાં બિહારની સીટ ખાલી પડતા માંઝીને જેડીયુ કોટાથી ટિકિટ મળી શકે છે. સીટોની વહેંચણીને લઈને ‘હમ’ને 10 સીટ આપવા બાબતે વાતચીત થઇ છે. ‘હમ’ના કેટલાક નેતાઓ જેડીયુના નિશાન પર ચૂંટણી લડી શકે છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ મહાગઠબંધનને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ગત મહિને જ હમ પાર્ટીએ મહાગઠબંધનનો સાથ છોડ્યો હતો.