જીતપુરની સી.એમ.સુથાર હાઈસ્કૂલમાં ઓડિટોરિયમ હોલનું ઉદઘાટન
સાંસદ દિપસિંહ રાઠોડ અને જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે હોલ અને લેબ.નું ઉદઘાટન
મોડાસા: અરવલ્લી જિલ્લામાં આજરોજ મોડાસાના જીતપુરની સી.એમ.સુથાર હાઈસ્કૂલમાં અટલ ટિન્કરિંગ લેબ.અને ઓડિટોરિયમ હોલનું ઉદઘાટન સહિતના ચાર કાર્યક્રમોનો સંયુક્ત સમારોહ સાંસદ દિપસિંહ રાઠોડના પ્રમુખપદે સંપન્ન થયો હતો.જેમાં સાંસદ દિપસિંહ રાઠોડ અને જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે અનુક્રમે ઓડિટોરિયમ હોલ અને અટલ ટિકરિંગ લેબ.નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આજે યોજાયેલા ચાર કાર્યક્રમોમાં ,નિવૃત્ત થતા ઇન્ચાર્જ .આચાર્ય આઈ.કે.ગોસ્વામી,મ.શિક્ષક આર. એમ.પ્રજાપતિ અને .નિવૃત્ત થતા વહીવટી કર્મચારી.પી.એમ. બારોટનો વિદાય સન્માન અને ધો.10 અને ધો.12ના છાત્રોનો શુભેચ્છા વિદાય સમારોહનો પણ સમાવેશ થતો હતો.આ પ્રસંગે જીતપુર કેળવણી મંડળના પ્રમુખ શામળભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કરવા સાથે શાળા શૈક્ષણિક વિકાસ અને ભૌતિક સુવિધાઓની માહિતી આપી હતી
અને વિદાય લેતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની દીર્ઘકાલીન યશસ્વી સેવાઓને બિરદાવીને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી,શાલ..ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ ઉપરાંત જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર ,ડીડીઓ અનિલ ધમાલિયા,પ્રાંત કલેકટર મયંકભાઈ પટેલ,જિ. શિ. અધિકારી ગાયત્રીબેન પટેલ,ગુ.મા. શિક્ષણ બોર્ડના મેમ્બર આર.ડી.પટેલ, જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ વગેરેએ સંસ્થાના વિકાસની સરાહના કરી હતી અને નિવૃત્ત થતા કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી જ્યારે વિદાય લેતા ધો.10 અને ધો.12ના છાત્રોને પોતાની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીસિંહ ડાભી, રાજ્ય મધ્યમિક શાળા વહીવટી કર્મ.મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ,સાબરડેરી ડિરેકટર ભીખુસિંહ પરમાર ,,પૂર્વ આચાર્ય હીરાભાઈ ડી. પટેલ, જિલ્લા પંચાયત સામાજિક-ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઈ ભાભી અને ઉપસ્થિત મહાનુભાવો અને મંડળના પ્રમુખ શામળભાઈ પટેલ,હોદ્દેદારો, સભ્યોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ સુંદર સમારોહમાં આસપાસની શાળાઓના સંચાલક મંડળોના પ્રમુખો, આચાર્યો, વાલીઓ,આમંત્રિતો,અને છાત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં આભારદર્શન મંડળના મંત્રી એચ.ડી.પટેલે કર્યું હતું.