જીતપુરા દૂધ મંડળીમાં રક્તદાન- મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) આણંદ, જીતપુરા દૂધ મંડળી તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદના સંયુકત ઉપક્રમે જીતપુરા ખાતે રકતદાન શિબિર તેમજ મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. શિબિરમાં જીતપુરા ગામના ગ્રામજનો, સભાસદો, મહિલાઓએ રકતદાન કર્યુ હતું. આ શિબિરમાં કુલ પર યુનિટ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. જયારે ઝાયડસ હોસ્પીટલ દ્વારા ૭૯ દર્દીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમુલ ડેરીના એમ.ડી. અમિનભાઈ વ્યાસ, ડી.જી.એમ. જયેશભાઈ કે. જાષી, રેડક્રોસ આણંદના ડિરેકટર શેલત, ડો. કિશોરભાઈ સોની, નિરવ પટેલ ઝાયડસ હોસ્પીટલના હેડ પ્રજ્ઞેશ ઠાકોર, દૂધ મંડળીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલ, સેક્રેટરી સુરેશભાઈ પટેલ, સરપંચ અશ્વીનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.*