જીતપુર ગામના યુવાનની બેસ્ટ વોલીબોલ શૂટર તરીકે પસંદગી કરી ટ્રોફી આપી સન્માન કરાયું
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) કપડવંજ તાલુકાના ઝંડા ગામ ખાતે ૧૮- મેં ના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે સવાસો ગોળ કડવા પાટીદાર યુવાનો દ્વારા અને ગ્રામ સમસ્ત ૨૦૨૪-રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ૬૦- વધુ ટીમો એ ભાગ લીધો હતો
આ વોલીબોલ ટુર્નામેન્ટમાં તેલનાર. ટાઈગર ટીમ ફાઇનલમાં પ્રથમ નંબરેવિજેતા જાહેર થઈ હતી આ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને રોકડ ઇનામવિતરણ કરવામાં આવ્યું હતું અને બીજા ક્રમે જીતપુર ઉમિયા ટીમ વિજેતા જાહેર થઈ હતી આ ટીમને પણ ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરવામાં આવી હતી.
આ વોલીબોલ ટુર્નામેન્ટમાં બેસ્ટ મેઇન વોલીબોલ શૂટર ખેલાડીતરીકે પટેલ દેવેન્દ્રભાઈ રવચંદભાઈ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટમાં સવાસો ગોળ કડવા પાટીદાર સમાજના યુવાનો દ્વારા અને ગ્રામ સમસ્ત ખૂબ જ સુંદર મજાનું. અને શું વ્યવસ્થિત અને રાત્રી ચા.નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
આ રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટના તમામ દાતાશ્રીઓનો સમસ્ત ગ્રામજનો દ્વારા તેઓ શ્રીઓનો આભાર માન્યો હતો વોલીબોલ ટુર્નામેન્ટનાઆ તમામ ભાગ લીધેલ ટીમોએ ખૂબ જ સુંદર મજાનું વોલીબોલ રમતનું પરફોર્મન્સ બતાવ્યું હતું આ તમામ રાત્રીવોલીબોલ ટુર્નામેન્ટ ના આયોજન કરનાર યુવાનોની ભારે જહેમત માટે તમામ આયોજકોને ઉપસ્થિત તમામ પ્રેક્ષકો દ્વારા સુંદર કામગીરીની પ્રશંસા કરી બીરદાવી હતી.