જીત તેમજ હારની ચિંતા ના કરો : કેપ્ટન ડેવિડ વોર્નર
દુબઈ: સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરને વિશ્વાસ છે કે તેની ટીમના યુવા ખેલાડી ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનમાં પોતાની પ્રતિભા પ્રમાણે પ્રદર્શન કરવામાં સફળ થશે. સાથે તેણે કહ્યું કે, જો શરૂઆતમાં આ ખેલાડી લય હાસિલ કરી લે તો તેના માટે સરળ થઈ જશે. તેણે યુવા ખેલાડીઓને હાર-જીતની ચિંતા વગર ખુલીને રમવાની સલાહ આપી છે. હૈદરાબાદની પ્રથમ મેચ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ આજે છે.
વોર્નરે મીડિયા સાથે ઓનલાઇન વાતચીતમાં કહ્યુ કે, અમે સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું અને જો તેમ ન થાય તો અમારી રણનીતિઓ પર ફરીથી કામ કરીશુ અને ટૂર્નામેન્ટમાં લાંબી સફર કાપવાનો પ્રયાસ કરીશું. તેણે કહ્યું કે, ટીમમાં વિદેશી અને ભારતીય ખેલાડીઓનું સારૂ મિશ્રણ છે. અમારી ટીમ દરેક વિભાગોમાં સંતુલિત છે.
મેદાન પર ગયા બાદ અમારે રમતનો આંનદ લેવાનો છે. તેને લઈને ગંભીર થવાનું નથી. જો તમે ગુસ્સે થશો તો ભૂલનું પુનરાવર્તન કરશો. વોર્નરે કહ્યુ કે, મધ્યમક્રમમાં યુવાઓનું હોવુ સારૂ છે. તે ટીમમાં ઉત્સાહ લાવે છે અને સારૂ વલણ દેખાડે છે. મેં સોશિયલ મીડિયા પર તેના વિશે સારી વાતો સાંભળી છે અને આશા કરુ કે તે પોતાની પ્રતિભાને પ્રદર્શનમાં પરિવર્તિત કરશે. વોર્નરે આ દરમિયાન કહ્યુ કે, અમારી પાસે કેન વિલિયમ્સન, જોની બેયરસ્ટો, વિજય શંકર જેવા અનુભવી ખેલાડી છે.
પોતાના સાથે ઓપનર બેયરસ્ટો વિશે વાત કરતા વોર્નરે કહ્યુ કે, અમે જાણીએ છીએ કે ક્યારે જોખમ લેવાનું છે. તે પૂછવા પર શું સ્પિનર મોટી ભૂમિકા નિભાવશે? વોર્નરે કહ્યુ, તે દુબઈ, અબુધાબી, શારજાહ ત્રણેય જગ્યાની વિકેટો પર ર્નિભર કરે છે. નવા મુખ્ય કોચ ટ્રેવર બેલિસ વિશે વોર્નરે કહ્યુ કે, તેમણે શાંત વાતાવરણ બનાવવામાં મદદ કરી છે.