જીપની સમગ્ર શ્રેણીને BSVIમાં અપગ્રેડ કરાઇ
BSVI જીપ કંપાસ તાત્કાલિક અસરથી ભારતભરમાં ગ્રાહકોને ઉપલબ્ધ
- પેટ્રોલ તેમજ ડીઝલ વેરિયાંટ્સમાં એન્જિન સ્ટોપ/સ્ટાર્ટ ફીચર દરેકમાં સામાન્ય
- ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે દરેક પેટ્રોલ અને ડીઝલ વેરિયાંટ્સમાં ક્રુઇઝ કંટ્રોલ સામાન્ય
- બન્ને પાવરટ્રેઇનને ફક્ત અપગ્રેડ કરવામાં આવી છે;સ્પેસિફિકેશન અને કંફીગરેશનમાં કોઇ ફેરફાર કરાયો નથી
- પ્રિમીયમ કોમ્પેક્ટ એસયુવી કેટેગરીમાં BSCI પાવરટ્રેઇન રજૂ કરનાર જીપ સૌપ્રથમ
મુંબઇ, સોમવાર | એફસીએ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે જીપ કંપાસની સમગ્ર શ્રેણીને ભારત સ્ટેજ VI (BSVI) એન્જિન્સમાં અપગ્રેડ કરવામાં આવી છે. BSVI શ્રેણીનું સ્થાનિક ઉત્પાદન પહેલેથી જ રંજનગાંવ સવલત ખાતે ચાલુ કરી દેવામાં આવ્યું છે. ગ્રાહકોને અપગ્રેડેડ એસયુવી શ્રેણી BSVI પેટ્રોલ અને ડીઝલ એન્જિન એમ બન્ને વિકલ્પોમાં તાત્કાલિક અસરથી ઉપલબ્ધ બનશે.
એફસીએ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. પાર્થા દત્તાએ જણાવ્યું હતું કે, “અમે સૌપ્રથમ ઓઇએમ છીએ જેણે જૂન 2019માં અને હાલમાં ફક્ત આઠ મહિનામાં જ પ્રિમીયમ કોમ્પેક્ટ એસયુવી કેટેગરીમાં BSVI પાવરટ્રેઇનનું ઉત્પાદન કર્યું હોય. અમારી સમગ્ર જીપ કંપાસ શ્રેણી હવે BSVI કોમ્પ્લાયંટ છે. પેટ્રોલ અને ડીઝસ એન્જિન્સમાં કરવામાં આવેલા નોંધપાત્ર ટેકનોલોજીકલ અપગ્રેડ્ઝને કારણે દરેક શ્રેણીમાં નજીવો ભાવ વધારો થયો છે. દોકે અમે અમારી ટ્રીમ્સને વધારાના ઇક્વિપમેન્ટ સાથે લોડ કરી છે, જે ગ્રાહકોને ભરપૂર મૂલ્ય પૂરું પાડે છે.”
જીપ કંપાસ BSVIનો ભાવ વધારો પાયાની સ્પોર્ટથી ટોપ એન્ડ લિમીટેડ પ્લસ સુધી રૂ. 25,000થી રૂ. 1,10,000નો રહેશે અને તે ઓટોમેટિક તેમજ મેન્યુઅલ ટ્રાન્સમિશનની પસંદગીમાં અપગ્રેડ કરાયેલ પેટ્રોલ અને ડીઝલ એન્જિન એમ બન્ને વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે. આ ટેકનોલોજીકલ અપગ્રેડ કરાયું હોવા છતા કંપાસ તેનું પર્ફોમન્સ આપવાનું ચાલુ રાખશે. બન્ને એન્જિન્સમાં સ્પેસિફિકેશન્સ અથવા કંફીગરેશન્સમાં કોઇ ફેરફાર કરાશે નહી.
BSVI 2.0-લિટર મલ્ટીજેટ ટર્બો ડીઝલ વર્કહોર્સ જ્યાં સુધી ભારતમાં BSVI ગુણવત્તાવાળું ડીઝલ મુક્તપણે ઉપલબ્ધ હોવાથી ચાલવા માટે સક્ષમ છે. ‘યુરિયા’ ટેકનોલોજી કે જે એફસીએના એન્જિનીયર્સ દ્વારા અપનાવવામાં આવી છે તે તેને શક્ય બનાવે છે અને દેશમાં નિર્જનમાં નિર્જન સ્થળે ઇંધણની ગુણવત્તાની ચિંતા કર્યા વિના મુસાફરી કરવામાં ગ્રાહકોને મનની શાંતિ પૂરી પાડે છે. આ એન્જિનની બાહ્ય દરમિયાનગીરી સિવાય તેની જાતે જ સફાઇ થતી રહે છે, જે ઉપયોગમાં લેવાયેલી યુરિયા ટેકનોલોજીને આભારી છે. યુરિયાનો ફક્ત ડીઝલ પાવરટ્રેઇનમાં જ ઉપયોગ થઇ શકે છે, તેને ડીઝલ ફીલર નોઝલની પાછળ આપવામાં આવેલી અલગ નોઝલ દ્વારા વ્હિકલમાં ફ્યૂઅલ ફીલીંગ સેકશનમાં ભરી/પુનઃભરી શકાય છે.
જરેક BSVI વેરિયાંટ્સ (પેટ્રોલ તેમજ ડીઝલ)માં સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ તરીકે એન્જિન સ્ટોર/સ્ટાર્ટ સાથે ઓફર કરાશે, જેને સ્વૈચ્છિક રીતે જ દરેક વેરિયાંટ્સમાં સમાવવામાં આવ્યા છે અને ટ્રાફિકની સ્થિતિમાં વિસ્તરિત ઇંધણ બચત થાય તે રીતે સતર્કતાપૂર્વક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ક્રુઇઝ પેટ્રોલ ફીચર કે જેનો ફક્ત પહેલા થાઇવોકમાં અગાઉ સમાવેશ કરાયો હતો તે હવે પોર્ટફોલિયોના દરેક પેટ્રોલ અને ડીઝલ ઓટોમેટિક વેરિયાંટ્સમાં સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ છે.
કંપાસ પોર્ટફોલિયોના દરેક વેરિયાંટ્સને પહેલેથી જ સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સથી સજ્જ કરવામાં આવ્યા છે જેમાં એન્ટિ-લોક બ્રેકીંગ સિસ્ટમ (એબીએસ), ઇલેક્ટ્રોનીક સ્ટેબિલીટી કંટ્રોલ (ઇએસસી), ટ્રેક્શન કંટ્રોલ (ટીસી) અને હીલ સ્ટાર્ટ આસિસ્ટ (એચએસએ), દરેક ચારેય વ્હીલમાં ડીસ્ક બ્રેક, ઇલેક્ટ્રિક પાર્કીંગ બ્રેક (ઇપીબી) અને સુંદર ફ્રીક્વન્સી ડેમ્પ્ડ સસ્પેન્શન (એફએસડી)નો સમાવેશ થાય છે. તે પસંદગીની ટેરેન એડબ્લ્યુડી સિસ્ટમમાં જીપ 4×4ના મૂળભૂત લક્ષણો ધરાવે છે જે 4 મોડ્ઝ – ટો, સેન્ડ, મડ અને સ્નોથી સજ્જ છે. લિમીટેડ પ્લસ વેરિયાંટ નવા ડિઝાઇન કરાયેલ 18 ઇંચ એલોય વ્હીલ્સમાં હવે ઓફર કરવામાં આવે છે જ્યારે આ શ્રેણીના બાકીના વેરિયાંટ્સ 18 ઇંચ એલોય શોડ સાથે ઓલ સિઝન ટાયર્સ સાથે આવે છે.