Western Times News

Gujarati News

જીપ કંપાસ ટ્રેઇલહોક હવે ભારત-ભરમાં ડિલીવરી માટે તૈયાર

·         ફ્યૂઅલ કાર્યક્ષતામાં 6 ટકાનો વધારો
·         રિફાઇન્ડ 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાસમિશન અને BS VI  ટર્બોડીઝલ એન્જિન
·         જીપ એક્ટિવ ડ્રાઇવ 4×4 ઓછા ગુણોત્તર સાથે વધુ સારી ઓફ લોડીંગ ક્ષમતા

મુંબઇ| વિશ્વમાં સ્પોર્ટ યૂટિલીટી વ્હિકલ્સ(એસયુવી)ની સૌથી મોટી ઉત્પાદક કંપનીની સંપૂર્ણ માલિકીની એફસીએ ઇન્ડિયાએ આજે તાત્કાલિક અસરથી ભારતીય ગ્રાહકોને ભારતમાં ઉત્પાદિત જીપ® કંપાસ ટ્રેઇલહોક ઓલ વ્હીલ ડ્રાઇવ (ડબ્લ્યુડી) એસયુવી ડિલીવર કરવા સજ્જ હોવાની જાહેરાત કરી છે. ટ્રેઇલ રેટેડ ટ્રેઇલહોકની કિંમત રાષ્ટ્રભરમાં રૂ. 26.8 લાખ છે અને દેશભરમાં 82 જેટલા એફસીએ ઓલ બ્રાન્ડ રિટેલ ટચ પોઇન્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ બનશે. જીપ® કંપાસની રેજ રૂ. 15.6 લાખ (ભારત ભરમાં) શરૂ થાય છે.

ટ્રેઇલહોકની કિંમત અંગેની જાહેરાત કરતા એફસીએ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મનેજિંગ ડિરેક્ટર કેવિન ફ્લાયને જણાવ્યું હતું કે, “અમે જીપ ડીએનએમાં ટ્રેઇલહોકમાં ઘણું બધુ ઓફર કરી રહ્યા છીએ, જેની ભારતીય ગ્રાહકો તેની કદર કરશે અને તેનો આનંદ માણશે એવું માનીએ છીએ. અમારી ટ્રેઇલ રેટિંગવાળી ઓલ વ્હીલ ડ્રાઇવ એસયુવી જીપ એસયુવી ધરાવતી હોવા જોઇએ તેવા તમામ ઇનગ્રેડીયન્ટ ધરાવે છે અને વધુમાં શહેરી અને સાહસિકોની ભારતીય ગ્રાહકોની ઇન્ટેલિજન્ટ ડ્રાઇવીંગ સવલતો અને સાધનોનીની મહત્ત્વાકાંક્ષાઓને સંતોષે છે, તેમાં બેસનારની સુરક્ષાને અગ્રિમતા આપે છે અને વૈશ્વિક જીપ સમુદાયને જેનો ગર્વ છે તેવા લાંબા લાઇનેજનો એક ભાગ તમને બનાવે છે.”

ટ્રેઇલહોક નીચેના નવા સાધનો સાથે ઓફર કરવામાં આવે છે. એન્જિન સ્ટોપ / સ્ટાર્ટ – એ ઇન્ટેલિજન્ટ છે અને ડ્રાઇવરની ગતિ વધારવાની ટેવને તેમજ ટ્રાફિકની સ્થિતિ અપનાવે છે, તેમજ વિવિધ ટ્રાફિક સ્થિતિઓમાં 6 ટકા વધુ સારી ફ્યૂલ કાર્યક્ષમતા આપે છે

એડવાન્સ્ડ ક્રુઇઝ કંટ્રોલ – સરળ રીતે જ ચોક્કસ ગતિએ લોક થાય છે જેથી ડ્રાઇવર પેડલ પરથી પગ લઇ શકે છે અને આરામથી મુસાફરી કરી શકે છે  બિલ્ટ-ઇન નેવિગેશન – કેન્દ્રમાં આવેલ કોન્સોલ પર 8.4 ઇંચના યુકનેક્ટ સ્ક્રીન તમારી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે તેમજ મુખ્ય ક્લસ્ટર પર દિશાસુચન પણ કરે છે હીલ ડીસન્ટ કંટ્રોલ (એચડીસી) – જ્યારે એસયુવી તીવ્ર ઓફ રોડ ડિક્લાઇન પર હોય ત્યારે ચાલુ થાય છે અને વ્હીકલને પોતાની જાતે જ બ્રેક મારે છે અને વ્હિકલની ગતિને કલાકના 3 કિમી સુધી મર્યાદિત કરે છે.

જીપ એક્ટિવ ડ્રાઇવ 4×4 લો– ડ્રાઇવટ્રેઇનમાં વધારાનો ગુણોત્તર, જે માર્ગ સિવાયની પરિસ્થિતિને નાથવા માટે વધારાનુ ધ્યાન રાખવામાં સહાય કરે છે.  ‘રોક મોડ’ ટેરેઇન પસંદગી – ઓટોસ બરફ, કાદવ અને રેતી ઉપરાંત સમાવેશ, માર્ગ સિવાયની ક્ષમતામાં વધારો કરે છે.

Jeep® Compass Limited

BS VI અનુસારનું એન્જિન અને 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન 2.0 લિટર, , 170HP, 350 Nm ટર્બોડીઝલ એન્જિન વધારાની ટેકનોલોજી ધરાવે છે, જે સંપૂર્ણ રીતે BS VI અનુસારનું છે અને નિયમો અસ્તિત્વમાં આવ્યા તે પહેલાના એક વર્ષ પહેલાનું છે અને નવા નિયમોને પરિપૂર્ણ કરવા માટે યુરિયા સિસ્ટમનો ઉપયોગ કરે છે. તે BS VI ડીઝલ દેશભરમાં સર્વસ્વીકૃત્ત થયુ ત્યા સુધી BS VI ડીઝલ પર ચાલી શકે તે માટે કાર્યક્ષમ બનાવે છે. ત્યાં સુધી ટ્રેઇલહોકને દેશના સૌથી નિર્જન ભાગમાં ડીઝલની ગુણવત્તાની ચિંતા કર્યા વિના ચલાવી શકાય છે કેમ કે એન્જિનની કોઇ પણ બાહ્ય દરમિયાનગીરી વિના સ્વ-ચોખ્ખાઇ રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

ટ્રેઇલહોકને શહેરી ટ્રાફિક અને માર્ગ સિવાયના ડ્રાઇવીંગના પડકારો એમ બન્ને માટે ઇષ્ટતમ રીતે તૈયાર કરવામાં આવી છે. તેના તદ્દન નવા 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનને અંતરાયમુક્ત ગિયર ફેરફાર સાથે પ્રગતિકારક ટોર્કી ડ્રાઇવ ડિલીવર કરી શકે તે રીતે ટ્યૂન કરવામાં આવ્યા છે. જ્યારે 1750-2500 આરપીએમ બેન્ડમાં ડ્રાઇવ કરવામાં આવે ત્યારે તેની કામગીરી આકર્ષક હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.