જીમમાં હેવી વેઈટ એક્સરસાઈઝનો ક્રેઝ હોય તો ચેતી જજો, બ્રેઈન હેમરેજ થઈ શકે છે

બેગ્લુરુમાં જીમમાં કસરત કરતાં સમયે ૩પ વર્ષીય મહીલા અચાનક ઢળી પડી હતી- મહીલાને બ્રેઈન હેમરેજ એટલે કે મગજમાં નસ ફાટી જવાને કારણે તેનું મોત નીપજયું હતું.
(એજન્સી) બેગ્લોર, આજકાલ યુવાનોમાં જીમમાં જઈને કસરત કરવાનો ક્રેઝ વધી રહયો છે. પણ જીમમાં હેવીવેઈટ કસરત કરવી કોઈ સમયે ભારે પડી શકે છે. આવો જ એક ચોકાવનારો કિસ્સો બેગ્લુરુમાંથી સામે આવ્યો હતો. એક અઠવાડીયા પહેલાં બેગ્લુરુમાં જીમમાં કસરત કરતાં સમયે ૩પ વર્ષીય મહીલા અચાનક ઢળી પડી હતી.
જેને બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પણ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હવે આ મહીલાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મહીલાને બ્રેઈન હેમરેજ એટલે કે મગજમાં નસ ફાટી જવાને કારણે તેનું મોત નીપજયું હતું.
એક અઠવાડીયા અગાઉ ૩પ વર્ષીય મહીલા બેગલુરુના બપ્ના હલ્લી વિસ્તારમાં આવેલા ચેલેન્જ હેલ્થ કલબમાં સવારે આઠ વાગે કસરત કરતાં ઢળી પડી હતી. જે બાદ જીમના સ્ટાફ અને સાથે કસરત કરતાં લોકો તરત જ તેની મદદ માટે આગળ આવ્યા હતા. અને એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખસેડી હતી. સીવી રમન હોસ્પિટલમાં લઈ જતાં સમયે મહીલાનું મોત નીપજયંેુ હતું. જે બાદ સીવી રમત હોસ્પિટલ દ્વારા મહીલાનું પોસ્ટમોટમ કરવામાં આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર મહીલાનું નિધન સેરેબ્રલ હેમરેજને કારણે થયું હતું. મગજમાં તણાવને કારણે લોહીની નળી ફાટી જવાને કારણે સેરેબ્રલ હેમરેજ થતું હોય છે. વેબએમડીના જણાવ્યા અનુસાર બ્રેઈન અથવા સેરેબ્રલ હેમરેજ એ એક પ્રકારનો સ્ટ્રોક છે જે મગમાં ધમની ફાટી જવાને કારણે થાય છે અને તેને કારણે આસપાસના ટીશ્યુ અને અન્ય જગ્યાઓ પર રકતસ્ત્રાવ થાય છે.
આ અંગે ઈસ્ટ ડીવીઝનના ડીસીપી ડો.ભીમાશંકર ગુલેડાએ લોકોને જીમમાં હેવીવેઈટ લીફીટગ કરતાં સમયે સાવધાની રાખવા માટે સલાહ આપી છે. મેગલોરની વતની ૩પ વર્ષીય વિનયા કુમારી એક પ્રાઈવેટ કંપનીઓ નોકરી કરતી હતી. આ ઘટના ર૬ માર્ચની છે.
અને તે દરરોજ સવારે જીમમાં કસરત કરવા માટે આવતી હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી તે ભાડે રહેતી હતી. શુક્રવારની રાત્રે નોકરીએ પરત આવ્યા બાદ શનીવારની સવારે તે જીમમાં ગઈ હતી. પ્રથમ નજરે વિનયાને હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન હતું. પણ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મોતનું સાચું કારણ સામે આવી ગયું હતું. જીમમાં વિનયાના મોતનો વીડીયો સોશીયલ મીડીયામાં પણ વાયરલ થયો હતો.