Western Times News

Gujarati News

જીયોની ડાઉનલોડ સ્પીડ વધુ, અપલોડમાં વોડાફોન આગળ

નવી દિલ્હી: ઈન્ટરનેટની સ્પીડ બાબતે જીયોએ આખા દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટ્રાઈ દ્વારા બહાર પડાયેલા નવેમ્બર મહિનાના આંકડા અનુસાર, જિયોની ડાઉનલોડ સ્પીડ ૨૦.૮ એમબીપીએસ રહી હતી, જ્યારે વોડાફોન ૬.૫ એમબીપીએસ સાથે અપલોડ સ્પીડમાં સૌથી આગળ રહ્યું હતું. જિયોની ડાઉનલોડ સ્પીડ તેની સ્પર્ધક વોડાફોન કરતા બમણાથી પણ વધુ રહી હોવાનું પણ ટ્રાઈ દ્વારા જણાવાયું છે.

વોડાફોન અને આઈડિયાએ એકબીજા સાથે જાેડાણ કરી લીધું છે, પરંતુ ટ્રાઈ દ્વારા બહાર પાડવામાં આવતા આંકડામાં હજુય તેમનો ઉલ્લેખ અલગ-અલગ કંપની તરીકે કરવામાં આવે છે. ૧૦ ડિસેમ્બરના રોજ ટ્રાઈ દ્વારા બહાર પડાયેલી માહિતી અનુસાર, નવેમ્બરમાં વોડાફોનની રેકોર્ડેડ ડાઉનલોડ સ્પીડ ૯.૮ એમબીપીએસ હતી. જ્યારે આઈડિયા અને ભારતી એરટેલ આ બાબતે અનુક્રમે ૮.૮ એમબીપીએસ અને ૮ એમબીપીએસની સ્પીડ ધરાવતા હતા.

ડાઉનલોડ સ્પીડ બાબતે વોડાફોન નેટવર્ક ૬.૫ એમબીપીએસ સાથે બધાથી આગળ હતું, જ્યારે જીયો સૌથી પાછળ રહ્યું હતું. આંકડા અનુસાર, આઈડિયાની અપલોડ સ્પીડ ૫.૮ એમબીપીએસ, એરટેલની ૪ એમબીપીએસ અને જીયોની સ્પીડ ૩.૭ એમબીપીએસ નોંધાઈ હતી. ડાઉનલોડ સ્પીડ યુઝર્સને ઈન્ટરનેટ પરથી કન્ટેન્ટ એક્સેસ કરવામાં મદદ કરે છે, જ્યારે અપલોડ સ્પીડ પિક્ચર્સ, વિડીયો કે ડોક્યુમેન્ટ તેમના કોન્ટેક્ટ્‌સને મોકલવામાં મદદ કરે છે. સ્પીડ જેટલી વધારે તેટલી જ ઈન્ટરનેટ સર્ફિંગમાં તેમજ ડાઉનલોડ કે અપલોડમાં સરળતા રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.