જીયોનો ચોખ્ખો નફો વધીને ૨૮૪૪ કરોડ રૂપિયા થયો
મુંબઈ: મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૩૦ ઓક્ટોબરે પોતાના પરિણામ જાહેર કર્યા છે. ટેલિકોમ અને રિટેલ બિઝનેસના કારણે કંપની શાનદાર પરિણામ આપવામાં સફળ રહી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આરઆઈએલનો કંસોલિડેટેડ પ્રોફિટ ૯૫૬૭ કરોડ રૂપિયા રહ્યો છે. આ પહેલા જૂન ક્વાર્ટરમાં કંપનીનો એડજસ્ટેડ પ્રોફિટ ૮૩૮૦ કરોડ રૂપિયા હતો.
પ્રોફિટ ૧૩,૨૪૮ કરોડ રૂપિયા હતો. જેમાં ૪૯૬૬ કરોડની અન્ય આવક પણ સામેલ હતી.
જૂનમાં કંપનીનો પ્રોફિટ ૧૩,૨૪૮ કરોડ રૂપિયા હતો. જેમાં ૪૯૬૬ કરોડની અન્ય આવક પણ સામેલ હતી. કંપનીને આ રકમ રિલાયન્સ-બીપી મોબિલિટીમાં બીપીને ભાગીદારી વેચવાથી મળી હતી.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક ૧,૧૬,૧૯૫ કરોડ રૂપિયા રહી હતી જ્યારે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીની આવક ૧,૫૩,૩૮૪ કરોડ રૂપિયા હતી.
રિલાયન્સ જિયોના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પરિણામ પણ શુક્રવારે આવ્યા છે
એટલે કે ગત વર્ષના આ ક્વાર્ટરના મુકાબલે આ વખતે કંપનીની આવકમાં ૨૪ ટકાની ગિરાવટ આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલિકોમ્યુનિકેશન એકમ રિલાયન્સ જિયોના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પરિણામ પણ શુક્રવારે આવ્યા છે. ફિસ્કલ ૨૦૨૦ના બીજા ક્વાર્ટરમાં કંપનીની નેટ પ્રોફિટ ૨૮૪૪ કરોડ રૂપિયા રહી.
રિલાયન્સ જિયોની નેટ પ્રોફિટ ૧૨.૯ ટકા વધીને ૨૮૪૪ કરોડ રૂપિયા રહી છે.
ગત વર્ષે આ ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોની નેટ પ્રોફિટ ૯૯૮ કરોડ રૂપિયા હતી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જોવામાં આવે તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોની નેટ પ્રોફિટ ૧૨.૯ ટકા વધીને ૨૮૪૪ કરોડ રૂપિયા રહી છે. એક ક્વાર્ટર પહેલા કંપનીની નેટ પ્રોફિટ ૨૫૨૦ કરોડ રૂપિયા હતી. રિલાયન્સ જિયોની આવક ક્વાર્ટર આધાર પર ૫.૬ ટકા વધી છે.
જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક ૧૬,૫૫૭ કરોડ રૂપિયા હતી, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને ૧૭,૪૮૧ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જિયોની એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૧૪૬ રહી છે.