Western Times News

Gujarati News

જીલ્લાની આંતરરાજ્ય સરહદો CCTV કેમેરાથી સજ્જ થશે, પોલીસતંત્રની કામગીરીની સરાહના 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રાજ્યના મુખ્યમંત્રી વીજય રૂપાણીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી આયોજીત કાર્યક્રમો પૈકી રાજ્યમાં યોજાઈ રહેલા રોજગાર દિવસ ઉજવણી નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં યુવકોને રોજગાર પત્ર આપી “અનુબંધમ રોજગાર” નામનું પોર્ટલ લોંન્ચ કર્યા પછી જીલ્લા પોલીસભવન ખાતે રેંજ આઇજી અભય ચુડાસમાની ઉપસ્થિતીમાં જીલ્લા એસપી સંજય ખરાત અને અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફ્રન્સ યોજી જીલ્લા પોલીસતંત્રની કામગીરીનું નિરીક્ષણ કરી જીલ્લા પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી જીલ્લા પોલીસતંત્રમાં ઉમદા કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા મોડાસા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને રખડતા ઢોર અંગે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર સંયુક્ત રીતે કામગીરી કરવા અને સમસ્યાનું નિરાકારણ લાવવા સૂચના આપી હતી

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઘુસાડવા સહીત સરહદોના માર્ગો પરથી થતી ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા વિશ્વાસ-૨ પ્રોજેક્ટ અંતર્ગત જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર ટૂંક સમયમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે તેમજ બાયડ શહેરમાં ડીવાયએસપી કચેરી અને ટીંટોઈ ઓપીને પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન કાર્યરત થશે તેમ જણાવ્યું હતું તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી અંગે ચર્ચા કરી હતી

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જીલ્લા પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અને સાચા અર્થમાં પ્રજાસેવક બનેલા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.