Western Times News

Gujarati News

જીલ્લા તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો,આપની એન્ટ્રી થઇ

ગાધીનગર: આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ આવ્યા હતાં. જેમાં ભાજપે ગ્રામિણ વિસ્તારોમાં પણ પોતાની મજબુત પકકડ બનાવી હતી. ૩૧ જિલ્લા પંચાયતો,૨૩૧ તાલુકા પંચાયત ૮૧ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થઇ હતી. જેમાં ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે. આ ઉપરાંત ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાેઈએ તો, ૨૦૧૫માં જે મતદારો ભાજપથી રિસાયા હતા, તેમણે ૨૦૨૧માં ભાજપ પર ભરોસો મૂક્યો છે અને ૬ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ હવે નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે

અત્યાર સુધી આવેલા પરિણામો અનુસાર નગરપાલિકાની કુલ ૨૭૨૦ બેઠકોમાંથી ભાજપ ૧૮૨૪ કોંગ્રેસ ૫૫૦ અને આપ ૨૨ તથા ૨૫ અન્ય પક્ષોના ઉમેદવારો વિજય થયા છે અત્યાર સુધી ૨૪૨૧ બેઠકોના પરિણામ જાહેર થયા છે. જયારે જિલ્લા પંચાયતની કુલ ૯૮૦ બેઠકોમાંથી ભાજપ ૫૯૨ કોંગ્રેસ ૧૧૩ અને આપ ૨ બેઠકો અને અન્ય ૫૦ બેઠકો પર વિજય થયા છે કુલ ૭૪૩ બેઠકોના પરિામ જાહેર થયા છે.જયારરે તાલુકા પંચાયતની કુલ ૪૭૭૪ બેઠકોમાંથી ૨૩૩૯ અને ૬૧૫ પર કોંગ્રેસ આપ ૨૪ અને ૧૫૦ અન્ય ઉમેદવારો વિજય થયા છે કુલ ૩૧૨૮ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.

ઊના નગરપાલિકા અને સુરેન્દ્રનગર નગરપાલિકામાં વધુ બેઠક સાથે ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. પાટીદારોના ગઢ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ વિજય ભણી તો કોંગ્રેસનો રકાસ થયો છે આ વચ્ચે આમ આદમી પાર્ટી એકદ-દોકલ બેઠક મેળવી છે. લોકોએ મહાનગરપાલિકા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભાજપ પર પસંદગી ઉતારી છે. સુરતની કડોદરા નગરપાલિકા પણ ભાજપના ફાળે આવી છે. આ સાથે જ ઉના, કડી, બારડોલી બાદ હવે કડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો છે અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર ૨ માં ભાજપની પેનલ વિજેતા બની. કુલ ૪૪ બેઠકો પૈકી ભાજપને ૮ બેઠક મળી છે. જાેકે, અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસને હજુ સુધી એક પણ બેઠક મળી નથી.

પાટણ સિદ્ધપુર નગર પાલિકાના વોર્ડ નંબર ૨ માં ૩ અપક્ષ અને ૧ ભાજપી ઉમેદવાર વિજયી થયા. આમોદ નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧ અને વોર્ડ નંબર ૨ માં કોંગ્રેસના સૂપડા સાફનગરપાલિકા વોર્ડ નં ૧ બોરસદમાં ભાજપની પેનલ વિજેતા. અંકલેશ્વર નગર પાલિકામાં ૧ નંબર માં ભાજપની પેનલની જીત. નિલેશ પટેલ, મનહરભાઈ મોદી ( અતુલ મોદી), કિંજલબેન ચૌહાણ અને કલ્પનાબેન મેરાઈનો વિજય થયો. ઉના નગરપાલિકાની ભાજપની ૨૦ સીટો બિનહરીફ બાદ વોર્ડ નં ૨ ની ૩ સીટો પર ભાજપનો વિજય થયો. એક બેઠક પર અપક્ષનો વિજય થયો.

૩૬ માંથી ૨૩ માં પર ભાજપનો વિજય થયો. કચ્છમાં અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર ૧ માં ભગવો લહેરાયો. ૫૦૦ થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની. નવસારીના વિજલપોર નગર પાલિકામાં વોર્ડ નં. ૧ માં ભાજપની પેનલ વિજેતા થયો. વોર્ડ નં. ૧ માં કેયુરીબેન જયદીપભાઈ દેસાઈ, શોભાદેવી રમેશભાઈ પ્રસાદ, જયેશભાઈ છોટુભાઈ નાયકા અને હિતેશભાઈ ધીરૂભાઈ ગેવરીયાનો વિજય થયો. પોરબંદર છાંયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧માં ભાજપની પેનલ વિજેતા બની. અરવલ્લી મોડાસા નગરપાલિકા વોર્ડ ૧ માં ભાજપની જીત બની. ભાજપના ચાર ઉમેદવારોની પેનલનો વિજય થયો. બનાસકાંઠાના થરા નગરપાલિકાની પેટા ચૂંટણીની બંને બેઠકમાં ભાજપનો વિજય થયો.

ગીર સોમનાથમાં વેરાવળ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારે ૦૧ બેઠક સાથે ખાતું ખોલાવ્યું આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર ૧ માં બીજેપીની આખે આખી પેનલ વિજેતા બની. તાલાલા નગરપાલિકામાં વોર્ડ નંબર ૧ માં ભગવો લહેરાયો. ભાજપના ફાળે ૪ સીટ આવી. ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં ભાજપની પેનલનો વિજય થયો. સુરેન્દ્રનગરમાં લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં ભાજપની પેનલનો વિજય થયો.તો બારેજા નગરપાલિકા વોર્ડ નંબર ૧ માં ભાજપની પેનલ જીતી. ગોંડલ નગરપાલિકા ચૂંટણી મતગણતરીમાં વોર્ડ ૧ માં ભાજપની પેનલ વિજેતા બની.ગણદેવી નગરપાલિકા વોર્ડ નંબર ૧માં ભાજપની પેનલનો વિજય થયો.

તો બારડોલી નગરપાલિકાના વોર્ડ નં ૧ માં ભાજપની પેનલનો વિજય થયો. બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં ભાજપનો વિજય થયો છે. બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયો છે. વોર્ડ નંબર ૧ ભાજપનો ગઢ ગણાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો પરાજય થયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.