જીવતા ઝેરી સાપને ગળામાં વીંટાળી સિંગરે ગીત ગાયું
બનાસકાંઠા, બનાસકાંઠામાં જીવતા કોબ્રા સાપ સાથે ગીતો ગાતા ગુજરાતી સિંગર અર્જુન ઠાકોરનો વીડિયો વાયરલ થયો હોવાની ઘટના સામે આવી છે. સિંગરે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કોબ્રા સાપને ગળામાં વીંટાળીને મસ્તી કરતા કરતા ગીત ગાવાનો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયો વાયરલ થતાં જ ફોરેસ્ટ વિભાગની બેદરકારી છતી થઈ છે.
ક્યારેક ક્યારેક કેટલાક કલાકારો સસ્તી પ્રસિદ્ધિ માટે અવનવા ગતકડા કરતાં હોય છે. જેમાં ડીસા તાલુકાના જાબડીયા ગામના ગુજરાતી સિંગર અર્જુન ઠાકોરનો પણ કોબ્રા સાપ સાથેનો વીડિયો વાયરલ થયો છે. આ સિંગરે કોબ્રા સાપને બે હાથેથી પકડીને ગાળામાં વીંટાળીને તેની સાથે મસ્તી કરતા કરતા અને ગીતો ગાતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે.
આમ તો કોઈ પણ વન્યજીવ સાથે ચેડા કરવા એ ફોરેસ્ટ એકટ મુજબ ગુનો બને છે પણ આ કલાકારે કોઈ પણ ડર વગર ઝેરી સાપને પકડીને વીડિયો બનાવી વાયરલ કર્યો છે. આ વીડિયોમાં દેખાતો કોબ્રા સાપ ન્યૂરોટોક્સિક ઝેર વાળો હોય છે અને તેના ડંખથી ગંભીર પરિણામ આવી શકે છે, ત્યારે વન્યજીવ સાથે સાથે ચેડા કરનાર અને વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી થાય તેવી જીવદયાપ્રેમીઓની માંગ છે.SSS