‘જીવનનાં બે પાસા…’ ‘કરુણરસ તથા હાસ્યરસ’
માનવીના સ્વભાવમાં શાંત, ક્રોધ, કરુણ, હાસ્ય, ભય, અદ્ભૂત, શૃંગાર એવા નવ રસ એક અથવા બીજી રીતે વણાયેલા હોય છે. આ નવ રસો જુદી જુદી વ્યક્તિઓમાં નાની મોટી માત્રામાં રહેલા હોય છે જે દરેક માનવીની પોતાની પ્રકૃતિ પર આધાર રાખે છે.
બાળક જ્યારે જન્મ લે છે અને માના ગર્ભમાંથી બહાર નીકળતા રડવાનું ચાલું કરે છે. એ બાળક મનમાં વિચારતું હશે કે હું આ દુનિયામાં ક્યાં આવી ચડ્યો, જ્યાં સ્વાર્થ સિવાય કાંઈ જ હોતું નથી અને મારાથી નવા કર્મો બંધાશે તથા મારા દુઃખમાં વધારો થશે.
માનવીનું કોઈ અંગત મરી જાય ત્યારે એને રડવું આવી જાય છ. કોઈ કોઈ પોક મૂકીને રડે તો કોઈ પોતાનું મન કઠણ રાખીને મનમાં ને મનમાં જ રડી લેતું હોય છે. રડવાથી મન હળવું થાય છે. જ્યારે ગમખ્વાર દુઃખદ બિના અથવા કોઈ અકસ્માત થતો જાેવામાં આવે ત્યારે માનવીને રડવું આવી જાય છે.
પોતાના પરિવારમાં કોઈ દુઃખદ બનાવ બનતા અથવા કોઈનું અવસાન થતાં પોતે રડી લે છે તો મન પણ હળવું ફૂલ જેવું થઈ જાય છે અને લોકોની સહાનુભૂતિ પણ આપમેળે મળી જાય છે.
પરંતુ અમુક વ્યક્તિને વાતવાતમાં રડવાની ટેવ પડી ગઈ હોય છે તથા લોકોની સહાનુભૂતિ મેળવવા પ્રયત્ન કરતા હોય છે. ઘણા માણસો રોતલ સ્વભાવનાં હોય છે તથા રડીને રાજ કરતા હોય છે. નાનું બાળક પોતાની ગમતી વસ્તુ મેળવવા જિદ કરીને રડીને મેળવીને જ ઝંપે છે. અમુક વ્યક્તિઓ રડતી હોય છે ત્યારે તે બે કારણસર રડતી હોય છે
જેમ કે કોઈ દઃખદ બિના બની હોય અથવા પોતાની નિષ્ફળતા પર. પોતાની અગંત વ્યક્તિનાં વિરહથી અથવા પોતાના સ્વજન મરી ગયુ હોય તો રડતી હોય છે. માણસ જ્યારે રડે છે ત્યારે એનો ઊભરો નીકળી જય છે અને તેનું મન પણ હળવું બની જાય છે. તો કોઈ વ્યક્તિ પોતાનો સ્વાર્થ પૂરો કરવા રડતી હોય છે. જ્યારે વ્યક્તિ ખોટી રીતે રડતી હોય ત્યારે એ આંસુને મગરના આંસુ કહેવાય છે.

નાનપણથીજ બાળકોને રડીને જિદ્દ પૂરી કરવા ન દેવા જાેઈએ નહિતર એ બાળક મોટો થઈને પણ પોતાની જિદ્ પૂરી કરવા ખોટું કરીને કે છેતરીને પોતાનું કામ કરાવી લેવા પ્રયત્ન કરતો રહેશે. પણ તેને ખબર નથી કે લોકોની નજરમાં તે સાવ ઉતરી જાય છે અને લોકો તેનાથી દૂર જ રહેવામાં ખુશ રહે છે.
દુઃખ પડતા માનવી જ્યારે રડતો નથી અથવા સંજાેગોવશ રડી શકતો નથી અને મનમાં ને મનમાં કોઈક વિચારોમાં મશગૂલ રહે તો એ હતાશાનો શિકાર પણ બની જાય છે.
કરુણરસ સાથે હાસ્યરસની પણ ઘણીજ મહત્તા રહી છે. પ્રકૃતિએ જાે હાસ્યરસની ઉત્પત્તિ ન કરી હોત તો મનુષ્ય જીવન સાવ ખોખલું બની ગયું હોત.
આજકાલના આધુનિક જમાનામાં માનવી અનેક પ્રકારનાં સંઘર્ષો તથા જાત જાતની સમસ્યાને હિસાબે ચિંતાઓથી ઘેરાયેલો રહે છે જેથી હાસ્યરસ અલોપ થઈ ગયો છે. વધું પડતી ગંભીરતા તબિયત પર અસર કરે છે. સદાય હસતા રહેવું જાેઈએ જે સ્વાસ્થ્ય માટે વિટામીન છે. હસતાં હસતાં પોતાના દર્દ તથા દુઃખ ભૂલી જવાય છે.
હાસ્યરસ રૂપી ઉર્જા શક્તિથી માનવી પોતાનું જીવન પસાર કરતાં શાંતિ મેળવી શકે છે તથા તેઓ નિરાશાના ભોગ બનતા નથી. ‘હસમુખો સ્વભાવ’ એ માનવીની મુડી ગણાય છે જે વપરાતા કદી ખૂટતી નથી પણ તેમાં લોકોના પ્રેમરૂપી વ્યાજની વૃદ્ધિ થાય છે.
હસતા રહેવાના સ્વભાવથી ગમે તેવી કપરી કે વિકટ પરિસ્થિતિમાંથી સરળ રીતે પસાર થઈ જવાય છે તથા સફળતા મેળવી શકાય છે. સ્મિત લાવવાથી લોકોમાં પ્રિય થવાય છે. સ્મિત કરતું બાળક સૌને ગમે છે ને તે બાળકને સૌને રમાડવાનું મન થઈ જાય છે. તેમ હસતાં માનવી જાેડે લોકો સહેલાઈથી હળીમળી શકે છે.
નિરાશા વખતે કે કંટાળો આવે ત્યારે હાસ્યરસની ચોપડીઓ વાંચતા મન પ્રફુલ્લિત બની જવાય છે તથા આ જમાનામાં ઙ્મટ્ઠેખ્તરૈહખ્ત ષ્ઠઙ્મેહ્વ માં સભ્ય બનીને વિવિધ રીતે હસવાની કળા કરતા મન સ્વસ્થ થતા માનવીની તંદુરસ્તી સારી રહે છે.
હસતા રહેવામાં જે મજા છે તેના કરતા લોકોને હસાવવામાં વધુ મજા આવે છે. હસતો માનવી ગુસ્સો થઈ શકતો નથી જેથી તે માનસિક રીતે માંદો પણ પડતો નથી. જેમ પ્રકાશની હાજરીમાં અંધકાર ટકી શકતો નથી, તેમ હસતી વ્યક્તિ કદી ગુસ્સે થઈ શકતી નથી.
હસતાં માણસો સુખી તથા દીર્ઘાયું જીવન માણે છે તથા હસતાં માણસો લોકોને આકર્ષિત પણ કરી શકે છે ને પોતાનું કામ સરળ રીતે પાર પાડી શકે છે અને આ હાસ્ય જ શરીરને તાજગી તથા શક્તિ બક્ષે છે.
આજકાલ ઘણા દેશોમાં ‘લાફીંગ કલબો’ ચાલે છે,જેમાં લોકો મોકળા મનથી હસતા હોવાથી લોકોને માનસિક તથા શારીરિક તાજગી મળે છે.
રડતાં રડતાં દુઃખ સહન કરવા કરતા હસતાં હસતાં દુઃખને સહન કરવું જાેઈએ. આપણે ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થવાનું આવે તો તે સંજાેગો જાેડે અનુકૂળ થઈ જવું જાેઈએ.
જીવનમાં સુખ કે દુઃખ તો આવતું રહેશે પણ આપણે તેને સ્વીકારવું જ પડશે, તો હસતાં હસતાં એ સંજાેગોને કેમ આધિન ન થઈએ. મોં પર મલકાટ લાવવાથી લોકોમાં પ્રિય પણ બની જવાય છે. *JUSt SMILE, YOU WIN HALF THE GAME.*