જીવનમાં એકલતા અનુભવી હોવાની નીના ગુપ્તાની કબૂલાત
મુંબઈ: બોલિવૂડની દુનિયા કંઈક અલગ જ હોય છે. સૌ કોઈ તેના તરફ આકર્ષાય છે. બોલિવૂડના અભિનેતા-અભિનેત્રીઓની ઝગમગતી જિંદગી જાેઈ અંજાઈ જતા સામાન્ય માણસને તેમને જીવનમાં પડતી મુશ્કેલીઓ અને પારિવારિક પ્રશ્નો અંગેની માહિતી નથી હોતી. પરિવાર દરેક માણસના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે જિંદગી જીવવામાં બોલ્ડ ગણાતી બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની અંગત જિંદગીના રાઝ ખોલ્યા છે. નીના ગુપ્તાએ પોતાની એકલવાયી જિંદગી અંગે વાત કરી છે
પોતાના લાઈફ પાર્ટનર કે બોયફ્રેન્ડ અંગેના રાઝ ઉજાગર કર્યા છે. આજના સમયમાં સમાજ માટે આધુનિક મનાતું જીવન નીના ગુપ્તા જીવ્યા છે. તેમણે જણાવ્યું છે કે એક સમયે તેના જીવનમાં એટલી એકલતા હતી કે તેના જીવનમાં બોયફ્રેન્ડ કે પતિ કોઈ ન હતું. નીના ગુપ્તાએ આપેલ એક ઈન્ટરવ્યૂમાં પોતાની એકલતાના સંઘર્ષ અંગે વાત કરતા કહ્યું કે તેણે જીવનમાં મોટાભાગે એકલતા અનુભવી છે. તેને કોઈ પ્રેમી કે પતિ ન હોવાને કારણે ઘણાં વર્ષો સુધી એકલતાનો સામનો કરવો પડ્યો છે.
સાથે જ નીનાએ જણાવ્યું કે, તે એકલાપણાને દૂર કરવામાં સક્ષમ હતી, કેમ કે તે ભૂતકાળ તરફ ધ્યાન આપતી ન હતી. નીનાએ સિંગલ છે કે કેમ અને તે સમયની સ્થિતિ અંગે રેડિયો જાેકી સિદ્ધાર્થ કાનન સાથે વાત કરતા જણાવ્યું કે આવું આખી જિંદગીમાં ઘણી વાર બન્યું છે. કેમ કે ઘણાં વર્ષો સુધી ન તેને કોઈ બોયફ્રેન્ડ હતો ન પતિ. તેણે જણાવ્યું કે, સાચું કહું તો મારા પિતા જ મારા બોયફ્રેન્ડ હતા. આ ત્યારની વાત છે જ્યારે કામ પર મારૂ અપમાન થતું. મને ઘણી વાર એકલું અનુભવાતું, પરંતુ ભગવાને મને આ શક્તિ આપી છે
જે હું હંમેશા આગળ વધવામાં સક્ષમ છું. હું ભૂતકાળ પર ધ્યાન નથી આપતી. નીનાએ જણાવ્યું કે, ગયા વર્ષે લોકડાઉનમાં પોતાના પતિ વિવેક સાથે ૬ મહિના માટે મુક્તેશ્વરમાં રહી હતી. નીનાએ કહ્યું કે, મારા પતિ દિલ્હીમાં રહે છે અને હું મુંબઈમાં. હંમેશાથી અમે આમ જ સાથે રહીએ છીએ. લોકડાઉન પ્રથમ કિસ્સો હતો, જેમાં એટલો વધુ સમય સાથે રહ્યા.
પહેલી વાર તેમણે એકબીજાને જાણ્યા. ઉલ્લેખનીય છે કે, નીના વેસ્ટઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે રિલેશનમાં હતી અને તે સંબંધોથી તેમને પુત્રી મસાબા ગુપ્તા છે. જાેકે, વિવિયન અને નીનાના સંબંધો લાંબા ન ટક્યા અને બ્રેકઅપ થઈ ગયું. તે પછી નીનાએ વિવેક મહેરા સાથે લગ્ન કરી લીધા. લંડનથી મુંબઈની ફ્લાઈટમાં પ્રથમ વખત મળેલ નીના અને વિવેકે ૨૦૦૮માં દાંપત્ય જીવનમાં પગલાં માંડ્યા હતા.