જીવનશિલ્પ કેમ્પસમાં પી.આર.મુખી હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓનો સ્પોર્ટ્સ ડે ઉજવાયો
જીવનશિલ્પ કેમ્પસમાં કપડવંજ ની પી.આર મુખી હાયર સેકન્ડરી સ્કુલ ધોરણ ૧૧ – ૧૨ સાયન્સ અને કોમર્સ ના વિદ્યાર્થીઓનો સ્પોર્ટ્સ ડે ઉજવાયો હતો જેમાં સાયન્સ અને કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓ હાજર રહી સ્પોર્ટ્સ ડે ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉજવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડૉ બંકિંમભાઈ શાહ શાળાના ડાયરેક્ટર શ્રી મેહુલભાઈ કાનાબાર શ્રી નિશીતભાઈ ભાવસાર તેમજ આચાર્યશ્રી રમેશભાઇ જાદવ વગેરેના હસ્તે મસાલ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો જાહેર કરાયો હતો
શાળામાંથી વિવિધ રમતોમાં જિલ્લા કક્ષા રાજ્યકક્ષા ઇન્ટરનેશનલ કક્ષાએ વિજેતા રમતવીરોએ જીવનશિલ્પ કેમ્પસમાં મસાલ દ્વારા રમતોત્સવ ની શરૂઆત કરાવી હતી આ સ્પોર્ટ ડે માં બહેનો માટે ૧૦૦ મીટર ૨૦૦ મીટર દોડ દોરડા કૂદ લીંબુ ચમચી સંગીત ખુરશી ખોખો ક્રિકેટ વોલીબોલ તેમજ ભાઈઓ માટે ૧૦૦ મીટર ૨૦૦ મીટર દોડ ખોખો ક્રિકેટ વોલીબોલ લીંબુ ચમચી સંગીત ખુરશી વગેરે વિવિધ રમતો રમાડી હતી દરેક રમતોમાં પ્રથમ બીજો ત્રીજો નંબર વિજેતા થનાર ને મેડલ શિલ્ડ પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા છેલ્લે ડીજે સાઉન્ડ સાથે ગરબા ડાન્સ કરી રમતોત્સવને પૂર્ણ જાહેર કર્યો હતો અંતમાં શાળાના શિક્ષક મિત્રોની ક્રિકેટ સ્પર્ધા રાખવામાં આવી હતી આમ શાળા નો રમતોત્સવ ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉજવાયો હતો