જીવનશિલ્પ કેમ્પસમાં મોટીવેશનલ સેમિનાર યોજાયો
જીવનશિલ્પ કેમ્પસમાં આવેલી પી.આર.મુખી સેકન્ડરી સ્કૂલ હંમેશા વિદ્યાર્થીઓની પ્રગતિ માટે અવનવા પ્રયત્નો કરે છે જેના ભાગ રૂપે સંત્રાત પરીક્ષાના ટોપર્સને સન્માનવાનો અને આવનારી બોર્ડની પરીક્ષામાં સારૂ પરીણામ લાવવા માટેનો સેમીનાર જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિપુલભાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કપડવંજ ના પ્રિ.ડૉ ગોપાલભાઈ શર્માની ઉપસ્થિતીમાં યોજાયો અને બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સન્માની અનુભવ શ્રેષ્ઠ માર્ગદર્શન આપી સારા પરિણામ માટેની ટિપ્સ આપી અને સાથે સાથે સ્વચ્છતા શપથ લેવડાવ્યા હતા. શાળાના ડાયરેક્ટર અલ્પેશભાઈ બારોટ અને આચાર્ય વિજયભાઈ પટેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીગણનો શિક્ષકમિત્રોએ આભાર માન્યો હતો.