જીવનસાથી મેળવવા કન્યાઓ ગામડામાં જવા તૈયાર નથી
મોંઘવારીના સમયમાં જીવનસાથી મેળવવા માટે સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનો યોજવામાં આવતા હોય છે જેમાં છોકરા, છોકરીઓના ફોટા અને બાયોડેટા મોકલવામાં આવે છે જેમાં મોટાભાગના કિસ્સામાં એવું જાણવા મળ્યુ કે, છોકરા કરતા છોકરી વધુ ભણેલીઓ જોવા મળે છે અને ઘણી વખત આવા કિસ્સામાં બંને પાત્ર તરફથી એકબીજાએ થોડુ જતુ કરીને પણ પસંદગી થતી જાવા મળે છે.
જયારે જીવનસાથી પસંદગી સંમેલન યોજાય છે તેમાં બંને યોગ્ય પાત્ર મળે ત્યારે છોકર- છોકરીઓ કેવા પ્રશ્નો પૂછતા હોય છે તે જાઈએ મોટા ભાગે યુવતિઓ કેટલુ ભણ્યા, નોકરી કરો છો, પગાર કેટલો, ઘરમાં કેટલા સભ્યો છે, બાપદાદાની મિલકત કેટલી, ગાડી છે, ફ્રિજ, ટીવી છે આવા સવાલો પૂછાતા હોય છે જયારે છોકરાઓ રસોઈ બનાવતા આવડે છે, મારા ઘરના સભ્યો મારી સાથે જ રહેશે, નોકરી છે, મનગમતો શોખ વિગેરે સવાલો સામાન્ય રીતે પુછાતા હોય છે.
પરંતુ આવા સવાલો પૂછતા પહેલાં એકવાર એ પણ જાણવુ જરૂરી હોય છે કે, શું તમે ખરેખર લગ્ન કરવા માંગો છો ? માતા-પિતા કે અન્ય કોઈનું દબાણ તો નથી ને ? તમારી અપેક્ષા શું છે ? નોકરી કરો છો લગ્ન પછી નોકરી ચાલુ રાખશો ? એકબીજા સપના, સામેવાળાની નબળાઈ વિગેરે બાબતોએ પણ ચર્ચા કરવી જાઈએ. આ બધુ એક જ મિટીંગમાં કંઈ ફાઈનલ કરી નંખાતુ નથી પણ બે એકવાર વધુ મળીને બંનેએ એકબીજાના સ્વભાવ જાણી લેવા અને જા મેચ ન થતુ હોય તો વિચાર કરી લઈને જવાબ આપવા જોઈએ.
આપણે ત્યાં લગ્ન એ બે વ્યક્તિ વચ્ચેનો નહિ પણ બે પરિવારને જાડતો સંબંધ છે માટે જ પાત્ર નક્કી કરતી વખતે ઘર- પરિવારના વડીલ કે સમાજના અગ્રણીઓને સાથે રાખવામાં આવે છે જેથી આગળ જતાં કોઈ સમસ્યા સીર્જાય નહિ ! પણ આજે આ મામલે માનસિક સંકુચિતતા છે. પરિણામે પ્રેમલગ્નમાં ઘણી વખત પાત્ર સારૂ મળે તો ઠીક નહિતર વહેલા છૂટાછેડા થતા હોય છે જેમાં મોટાભાગે યુવતિને શોષાવુ પડે છે આવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે વધુ ચિંતન- મંથનની જરૂર છે.
વર્તમાન સમયમાં સમાજમાં બે પ્રકારની સમસ્યાઓ આવે છે જેના લીધે સંયુક્ત કુટુંબની ભાવના તૂટી રહી છે પરિણામે સંયુક્ત કુટુંબો તૂટી રહયા છે જયારે બીજી સમસ્યા એ છે કે કન્યાઓ ગામડામાં પરણવા તૈયાર નથી.
આમ જોઈએ તો ગામડા તો ભારતીય જીવન અને આર્થિક ઉન્નતિનો આધાર છે જયાં તાજા શાકભાજી અને ખોરાક મળે છે શુધ્ધ હવા મળે છે પરિણામે આરોગ્ય તંદુરસ્ત રહે છે પરંતુ આ વાત સમજવા કોઈ તૈયાર નથી કારણ કે તેમને શહેરીન ઝાકમઝોળ જિંદગીની મોહમાયા લાગી હોય છે.આજની નવી પેઢીની કન્યાઓ ખાસ કરીને ગુજરાતમાં ગામડાઓમાં પરણીને સાસરે જવા તૈયાર નથી જેના કારણે જેને પરાણે ગામડામાં રહેવુ પડે છે તેવા મજબૂર યુવાનોને પરપ્રાંતની કન્યા લાવવી પડે છે.