જીવન જીવવાની કળા શીખવે છે શ્રી કૃષ્ણની ગીતા: ગાયત્રી પરિવાર
સાકરિયા: હાલની સ્વાસ્થ્યની વિકટ પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના જાહેર કાર્યક્રમ નથી થઈ શક્યા. ત્યારે ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યું કે હાલની સ્થિતિ સાથે અનુકૂળ થવું જ જોઈએ. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની જીવન યાત્રાને યાદ કરી હ્રદયમાં આંતરિક ઉજવણી કરી શકાય. ગૌ,ગંગા,ગીતા અને ગાયત્રી આ આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રાપ્ત થયેલ ગીતા જ્ઞાન માનવમાત્રને જીવન જીવવાની કળા શીખવે છે. જે આજના દિવસે ગીતાસાર તત્વને યાદ કરી જીવનમાં આંતરિક મંથન કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાર્થક બની શકે છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યાજી પણ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયમાં ગીતા જ્ઞાન સતત આપવા પર ભાર મૂકે છે. જેથી તૈયાર થનાર નવ યુવકો જીવન જીવવાની કળા સાથે તૈયાર થઈ રહ્યા છે.
સૌના સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઈ રહે તે માટે સરકારશ્રીના આદેશ અનુસાર આજ જન્માષ્ટમી ઉત્સવની ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે જાહેર ઉજવણી બંધ રાખવામાં આવેલ. સૌ સાધકો પોતાના ઘેર જ રહી શાંતિકુંજથી ગીતા વિષેના ઓનલાઈન પ્રવચનો સાથે ઓતપ્રોત રહી જીવનમાં નવ સંકલ્પિત બની કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી.