જીવન ટૂંકાવનારી યુવતીનો ફોન લઈને ભાગી ગયો ભાગીદાર
અમદાવાદ, ૬ નવેમ્બરે જીવન ટૂંકાવનાર યુવતીના ધંધાના ભાગીદાર અને ગાંધીનગરના વેપારી સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવા બદલનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સેક્ટર ૨૪માં રહેતી મૃતક કોમલ રાવલનો (ઉંમર ૨૫) ફોન લઈને ભાગી ગયો હોવાનો ખુલાસો થયા બાદ ગાંધીનગરની સેક્ટર ૨૧ની પોલીસે સેક્ટર ૨૬માં રહેતા ઋત્વિક ઠક્કર સામે ગુનો નોંધ્યો હતો.
ગાંધીનગર પોલીસના જણાવ્યા પ્રમાણે, એપ્રિલ, ૨૦૨૦માં કોરોના મહામારી દરમિયાન કોમલે નોકરી ગુમાવ્યા બાદ તે અને ઋત્વિક દોઢ વર્ષથી આયાત-નિકાસનો વેપાર કરી રહ્યા હતા. કોમલના પિતા અશ્વિન રાવલ, જેઓ કપડાના વેપારી છે તેમણે પોલીસને જણાવ્યું હતું કે, ૫મી નવેમ્બરે પોતાના રૂમમાં જતા પહેલા કોમલે પરિવાર સાથે ડિનર લીધું હતું.
છ નવેમ્બરે ૧૨.૩૦ કલાકે ઋત્વિકે કોમલના માતા સીમાને ફોન કર્યો હતો અને નિરાશા સાથે તેમની દીકરીની તપાસ કરવાનું કહ્યું હતું. કોમલે પોતાને નુકસાન પહોંચાડ્યું હોવાની આશંકા તેણે વ્યક્ત કરી હતી.
પરિવારના સભ્યો પહેલા માળ પર આવેલા કોમલના રૂમમાં ગયા હતા અને ત્યાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેઓ તેને તરત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઋત્વિક કોમલના ઘરે ગયો હતો અને કોઈને કહ્યા વગર તેનો ફોન લઈને જતો રહ્યો હતો. કોમલના પિતા અશ્વિને પોલીસને જણાવ્યું હતું કે, ઋત્વિકે કોમલને છેલ્લો ફોન કર્યો હતો.
અશ્વિનના દીકરા સાગરે રાતે ઋત્વિકને ફોન કરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવવાનું કહેતા અડાલજ-ઉવરસદ રોડ પર તેનો અકસ્માત થયું હોવાનું કહ્યું હતું. જ્યારે સાગરે કોમલને ફોન કર્યો ત્યારે તેણે કોઈ રિપ્લાય મળ્યો નહોતો. પોલીસે ફોનનું લોકેશન ચેક કર્યું હતું અને તે ઋત્વિક પાસે હોવાની જાણ થઈ હતી. કોમલના પિતાએ દીકરીના મોત પાછળ ઋત્વિક જવાબદાર હોવાનો અને તેથી જ તે તેનો ફોન લઈને ભાગી ગયો હોવાનો આરોપ લગાવ્યો હતો. ગાંધીનગર ૨૧ની પોલીસે ઋત્વિક સામે ગુનો નોંધ્યો હતો.SSS