Western Times News

Gujarati News

Writer’s શબ્દમેળનાં સભ્યોએ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં એક વર્ષની ઉજવણી કરી

અમદાવાદ :- ઘરડાઘર, નામ સાંભાળીને જ રુંવાટા ઉભા થઈ જાય ને… હા બસ એવું જ કંઈક. પણ અત્યારનાં ઘરડાઘરમાં દુઃખ દર્દ નહીં પણ હાસ્ય અને આપણાં કરતા પણ ૧૦૦ ગણો વધારે જોશ જોવા મળે છે. ત્યારે એમનો જોશ હજી વધારવા Writer’s શબ્દમેળ એ એક અનોખી કામગીરી કરી છે. નારણપુરામાં આવેલું જીવન સંધ્યા ઘરડાઘરના  દરેક સભ્યોને હસવા અને ખુશ કરવા માટે એક open mic show (ચેરિટી શો) નું આયોજન કર્યું હતું.

જેમા ૨૦ જેટલા આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. જેમાં શાયરી, કવિતાઓ ગીત અને ગરબાનુ આયોજન કર્યું હતું, આ શો ની એક ખાસ વાત એ રહી કે આ શો માં ગીત શરૂ થયાને ત્યાં લોકો ચાલુ શોમાં ગરબા ગાવા લાગ્યા હતા અને આ શોને નિહાળવા માટે ૩૦૦ કરતા પણ વધારે લોકો આવ્યા હતા.

આ શોમાં  ગુજરાતનાં ફોલ્ક સિંગર અને ડાયરા માટે જાણીતાં યોગેશ દાન ગઢવીએ પણ હાજરી આપી હતી.. અને આ શોની શરુઆત જીવન સંધ્યા ઘરડાઘરનાં ટ્રસ્ટી ડિમ્પલબેન શાહે કરી હતી. આ શો માટે ગુજરાતી જલસો એપનાં રેડિયો જોકી રૂચી પણ હાજર રહ્યા હતા.

અને આ શો માં ૧૦ વર્ષ થી માંડી ૭૦ વર્ષ નાં દાદા દાદી એ પણ હર્ષભેર ભાગ લીધો હતો… આ writers શબ્દમેળ એક ગ્રુપ છે જે છેલ્લા એક વર્ષ થી આખા ગુજરાતમાં ગુજરાતી સાહિત્ય અને અવનાવા દરેક કલાકાર, જેમાં કંઈ પણ જાતનો ટેલેન્ટ છુપાયેલો હોય તેને આખા ગુજરાતમાં ફ્રી માં સ્ટેજ પૂરું પાડે છે.

આને આવા બધા કાર્યક્રમ કરતા કરતા Writer’s શબ્દમેળ ને ૧૧-૧૦-૨૦૧૯ નાં દિવસે એક વર્ષ પૂરું થયું તેની ઉજવાણી તેઓ એ જીવન સંધ્યા ઘરડાઘરમાં વૃદ્ધો સાથે એક શોનાં મધ્યમથી કરી હતી, અને સારી વાત તો એ છે કે આ writers શબ્દમેળ ગ્રુપ આજના નવજુવાનીયા ઊમેશ ચારણ આને આનલ વાઘેલા બંને મળી ને આ ગ્રુપનું સંચાલન કરે છે. તો આ ગ્રુપને એક વર્ષ પૂરું થયું તો Writer’s શબ્દમેળનાં સભ્યો એ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ માં એક વર્ષની ઉજવણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.