‘જીવન સંધ્યા’ વૃધ્ધાશ્રમના ૪ વડીલો સિંગાપુર-મલેશિયા પ્રવાસે જશે
સ્વપ્નમાં પણ ન વિચાર્યુ હોય અને પરદેશ જવાનું થાય ત્યારે : એક આંતરરાષ્ટ્રીય સ્વેચ્છીક સંસ્થા તરફથી ર૦મી ફેબ્રુઆરીએ સિગાપુર- મલેશિયા જવા રવાના થશેઃ વિદેશ જવાનું થશે તે જાણી રોમાંચ અનુભવતા વડીલો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જીવનસંધ્યાએ પહોચેલા તથા સંતાનોથી તિરસ્કૃત થયેલા વડીલો માટે ‘વૃધ્ધાશ્રમ’ જ એક આશરો બનતો હોય છે. જીવનમાં બેઠેલી પાનખરને વસંતમાં ફેરવે છે વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોનો વડલો એટલે વૃ્ધ્ધાશ્રમ. વૃધ્ધાશ્રમોમાં વડીલોને એક નવુ જીવન જીવવા મળતું હોય છે.
અમદાવાદમાં આવેલા વૃધ્ધાશ્રમ તરફથી વૃધ્ધાશ્રમમાં રહેતા ૪ વડીલોને સિગાપુર તથા મલેશિયાના પ્રવાસે લઈ જવાના છે. આ ૪ વડીલોએ સ્વપ્નમાં પણ કલ્પ્યુ નહીં હોય કે તેમને વિમાનમાં ઉડવા મળશે. સિંગાપુર તથા મલેશિયા જાવા મળશે.
‘જીવન સંધ્યાના ટ્રસ્ટી સુકેતું નાગરવાડીયાએ જણાવ્યુ હતુ કે આ પ્રવાસનનો એક આંતરરાષ્ટ્રીય સ્વેચ્છી સંસ્થા આપશે. ટ્રાવેલ્સનું, જમવાનું રહેવાનું ફરવાનું તથા ત્યાંના બધા જ ખર્ચા આ સંસ્થા આપનાર છે.
આ પ્રવાસનું સંચાલન રિઝવાન ફાઉન્ડેશનના ગુજરાતના કો-ઓર્ડીનેટર પ્રકાશ વિશાની કરનાર છે. જેમને છેલ્લા દસ વર્ષથી દર વર્ષે આ પ્રકારનો પ્રવાસ ગોઠવે છે. અને દર વર્ષે ગુજરાતના વૃધ્ધાશ્રમમાંથી ૩૦-૩પ વૃધ્ધજનોને પ્રવાસે લઈ જતા હોય છે. પ્રકાશ વિશાનીએ જણાવ્યુ હતુ કે જેઓ પ્રવાસમાં આવે છે તેમની તેઓ ખુબ જ સંભાળ રાખતા હોય છે.
વૃધ્ધજનોના સંભાળ તેમને વિઝા, તેમનો પાસપોર્ટ ફાઈવસ્ટાર હોટેલમાં વિશ્રામ તેમનો ખોરાક પર પુરતું ધ્યાન આપવામાં આવે છે. પ્રવાસ દરમ્યાન તેમની તંદુરસ્તી સચવાય એ જ પ્રવાસનો ઉદ્દેશ છે. જીવન સંધ્યાના ટ્રસ્ટી નાગરવાડીયએ વધુમાં જણાવ્યુ હતુ કે જે ચાર વૃધ્ધજનોને સિગાપુર-મલેશિયાના પ્રવાસ માટે પસંદ કરાયા છે તેમાં બે મહિલા તથા બે પુરૂષો છે. જેમની ઉંમર ૭૧ વર્ષની આસપાસ છે. આ વૃધ્ધજનો સિગાપુર-મલેશિયાના પ્રવાસે ર૦મી ફેબ્રુઆરીએ જનાર છે. અને ર૮મી ફેબ્રુઆરીએ પ્રવાસ પૂરો કરી પાછા ફરશે. પ્રથમવાર વિદેશના પ્રવાસે જતાં આ ચારેં વૃધ્ધજનો ખુબ જ રોમાંચ અનુભવી રહ્યા છે.