જીવવાનો શો મતલબ છે ?
નિષ્ફળતા મળે એટલે દરેકના મનમાં આ સવાલ ઉદભવે છે અને આત્મહત્યા કરવા પ્રેરાય છે: જિંદગી મોટી છે અને મહત્વની છે, હકારાત્મક વલણ સાથે આગળ વધો
નાનેરાઓથી માંડીને મોટેરાઓ ઘણી વખત પોતાના ધાર્યા પ્રમાણે થાય નહી તો જિંદગીને કોસતા હોય છે પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓ કે પછી નોકરીમાં સફળતા નહીં મળવાના કારણે આપણે કેટલાંયે એવા લોકોને સાંભળ્યા હશે કે, આટલી મહેનત કરી છતાં સફળતા મળી નહીં ? તો પછી જીવનનો શો મતલબ છે ? આમ કહીને તેઓ હતાશ થઈ જતા હોય છે અને આત્મહત્યા કરવા પ્રેરાય છે આ માટે જવાબદાર કોણ ? શાળાના શિક્ષકો, કે વાલીઓ કે સમાજ ?
આજકાલ દેખાદેખીનો જમાનો ચાલી રહયો છે એમાંને એમાં લોકો બરબાદ થાય છે અને અંતે કાયરતાનો રસ્તો અપનાવી લઈ આપઘાત કરી લેતા હોય છે. શું તેના જવાથી સમાજમાં કે ઘરમાં સઘળુ સારૂ થઈ જશે ? આપણે સૌએ નાના કુમળા બાળકોમાં એવા દાખલા બેસાડો કે તેના મનમાં નકારાત્મક વિચાર આવે નહીં અને તે સકારાત્મક વિચારી શકે. નાપાસ થનાર વિદ્યાર્થીએ નાસીપાસી થવાની જરૂર નથી પણ એવુ વિચારવાનું કે કંઈ વાધો નહી આ વર્ષે વધુ મહેનત કરીશ ! વાલીઓએ પણ તેમના બાળકને આવી શીખ આપવાની જરૂર છે.
જિંદગીમાં દરેક વસ્તુ તમારી ઈચ્છા, કલ્પના કે પ્લાન મુજબ જ નહી થાય. અભ્યાસ દરમ્ય્ન કે અંગત જીવનમાં એવા ઘણાં પ્રસંગો આવશે જયારે આ સત્ય તમારે સ્વીકારવુ પડશે અને અચાનક સર્જાયેલા અનપેક્ષિત વાતાવરણમાં આગળ વધવુ પડશે અને એ સમયે જ સમજદારી સુઝબુઝ ધીરજ કે સ્વસ્થતાની જરૂર પડવાની છે એ તેમણે શીખવાની છે ? એ ક્ષમતા તેમને શિક્ષણ પાસેથી મળવી જોઈએ.
આપણે આવનારી ભાવિ પેઢીને સફળતાની જિંદગીની ખુશનસીબીની સાચી વ્યાખ્યા સમજાવી શકે અને તેમને જીવનમાં ખુશ રહેવા માટે અનિવાર્ય મૂલ્યો શીખવી શકે એવા શિક્ષણતંત્રની, શિક્ષકોની અને વાલીઓની જરૂર છે મતલબ કે આપણા સૌના માથે છે આ જવાબદારી. બાળકોના કુમળા માનસમાં સફળતા- નિષ્ફળતાની કે ખુશનસીબી કે બદનસીબીની ક્ષુલ્લક માન્યતાઓ ઘર કરી જાય એ પહેલાં જ એમાં અનમોલ જિંદગીના મૂલ્યની સમજણનો છોડ રોપી દેવાનો છે અને એના મૂળીયા એટલા મજબૂત કરવાના છે કે અણસમજની કોઈ આંધી તેને હલાવી શકે જ નહી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં પણ વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે કોઈપણ પરીક્ષા કરતા જિંદગી ઘણી મોટી છે અને મહત્વની છે.શિક્ષણનો હાથ પકડીને વ્યક્તિ જિંદગીમાં બહેતર મનુષ્ય બનશે એવુ સપનુ જાનારા આપણા આદર્શ કેળવણીકારોને આપણે તદ્દન ખોટા ઠેરવ્યા છે આપણી આધુનિક શિક્ષણપ્રથાએ એવો માહોલ રચી દીધો છે કે ભૌતિક પ્રવૃતિઓ અને દુન્યવી ઉપલબ્ધિઓ જ સફળતા તથા વિકાસનો માપદંડ બની ગઈ છે માતા-પિતા પણ Ìદયમાં પોતાના સંતાનોની સફળતા માપવા માટેનું ત્રાજવુ આવુ જ છે.
સેંકડો વિદ્યાર્થીઓમાં મમ્મી પપ્પાની કે પોતાના ઘરના સભ્યોની અપેક્ષાઓના ભાર હેઠળ ભીંસાતા હોય છે. ભણવાની સાથે સાથે તેમના મન ઉપર સતત એ ટેન્શન રહેતુ હોય છે કે રિઝલ્ટ ખરાબ આવશે તો એ લોકો કેવી રીતે સહન કરી શકશે ?
માતા-પિતા અને શિક્ષકો દ્વારા થતી વિદ્યાર્થીઓની સરખામણી બાબતે પણ પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કરી હતી કે કુમળા ટીનેજર્સના મન પર આ બધી બાબતો નકારાત્મક અસર કરતી હો યછે. આજે વિશ્વના અનેક માનસ શાસ્ત્રીઓ અને સમાજ હિતેષીઓ આ વાત વારંવાર કરી રહયા છે છતાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની ઘટનાઓ અટકતી નથી.