Western Times News

Gujarati News

જીવીકે ગ્રુપના ચેરમેન અને પુત્ર વિરુદ્ધ કેસ દાખલ

મુંબઈ, જીવીકે ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન જી વેંકટ કૃષ્ણા રેડ્ડી અને તેમના પુત્ર જીવી સંજય રેડ્ડીની વિરુદ્ધ સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડેવલોપમેન્ટમાં ૭૦૫ કરોડ રૂપિયાના હેરફેરના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એફઆઈઆરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અને કેટલાક બીજા લોકોના નામ પણ નોંધવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

જીવીકે એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેટલીક વિદેશી કંપનીઓએ જોઈન્ટ વેન્ચરમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના નામથી કંપની બનાવી હતી. તેના ૫૦.૫ ટકાના શેર જીવીકેની પાસે અને ૨૬ ટકા એએઆઈની પાસે છે.જીવીકે રેડ્ડી જોઈન્ટ વેન્ચરના ચેરમેન અને જીવી સંજય રેડ્ડી એમડી છે.

એફઆઈઆરના જણાવ્યા મુજબ આરોપીઓએ ૨૦૧૨થી ૨૦૧૮ની વચ્ચે મુંબઈ એરપોર્ટના ડેવલેપમેન્ટના નામે ગોટાળો કર્યો હતો.જીવીકે ગ્રુપે એમઆઈએએલના સરપ્લસ ફન્ડમાંથી ૩૯૫ કરોડ રૂપિયા તેની જ બીજી કંપનીમાં લગાવ્યા હતા એમઆઇએમએલ મુંબઈ સ્થિત હોવા છતા સરપ્લસ ફન્ડને હૈદરાબાદની બેન્કોમાં રાખ્યું હતું. તેની હેરા-ફેરી માટે બોર્ડ મીટિંગનો નકલી પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. બીજા અને નકલી કોન્ટ્રાકટ બતાવીને ૩૧૦ કરોડની હેરફેર કરવામાં આવી હતી.

એએઆઇ અને એમઆઇએએલની વચ્ચે ૨૦૦૬માં એગ્રીમેન્ટ થયો હતું કે મુંબઈ એરપોર્ટને એમઆઇએએલ ચલાવશે અને વાર્ષિક રેવન્યુના ૩૮.૭ ટકા એએઆઇને ફીસ તરીકે આપશે. બાકીની રકમ એરપોર્ટ મોર્ડનાઈઝેશન, ઓપરેશન અને મેન્ટેનન્સમાં ખર્ચવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.