જી.ટી.યુ, અમદાવાદ દ્વારા લેવાયેલી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માં એસ.વી.આઈ.ટી., વાસદ ગુજરાતમાં સાતમા ક્રમાંકે
જીટીયુ, અમદાવાદ દ્વારા “વિન્ટર 2019” ની એન્જીનીયરીંગ ના પ્રથમ સેમેસ્ટરના પરિણામો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં એસ.વી.આઈ.ટી., વાસદ ના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા અને કોલેજનો ગુજરાતની જી.ટી.યુ. સંલગ્ન બધી ઇજનેરી કોલેજોમાં સાતમો ક્રમાંક આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુ દ્વારા લેવામાં આવેલ બી. ઈ. સેમેસ્ટર 1 ની પરીક્ષામાં એસ.વી.આઈ.ટી. વાસદ ના કુલ 609 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 442 વિદ્યાર્થીઓએ ઉર્તીર્ણ થયા હતા. જેમાંથી 14 વિદ્યાર્થીઓએ 9 કરતા વધારે, 99 વિદ્યાર્થીઓએ 8 કરતા વધારે અને 186 વિદ્યાર્થીઓએ 7 કરતા વધારે SPI 10 માંથી લાવેલ છે.
વિદ્યાર્થીઓએ આ જવલંત પરિણામો વિષે આનંદ સહ જણાવતા કહ્યું હતું કે આ સફળતા એ કોલેજ ના શિક્ષકો, આચાર્યશ્રી, અને મેનેજમેન્ટ ના સતત અને સખત પ્રયાસો થી આવી છે. આખું સેમેસ્ટર, અમોને વિવિધ અને સતત પ્રયત્નોથી અમારી બાહય અને આંતરિક શક્તિઓ ને ખીલે તેવી રીતે સઘન શિક્ષણ અને પ્રૅક્ટીસ આપવામાં આવી છે, જેનાથી ફક્ત આ પરીક્ષા નહીં બલ્કે અમારું કેરિયર પણ સુદ્રઢ થાય અને આવનારા સેમેસ્ટરો માટે મજબૂત પાયો સ્થાપી શકાય.
સંસ્થા ના આ પરિણામો કોલજ માટે ખરેખર ગૌરવપ્રદ બાબત છે એવું કહેતા સંસ્થા ના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. ડો. એસ. ડી. ટોલીવાલે (આચાર્ય શ્રી) પણ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે “મને કોલજ નો જી.ટી.યુ. માં સાતમો ક્રમ આવ્યો તેનો ખુબ આનંદ થાય છે. અમો દરેક શિક્ષકો ના પ્રયાસો અને મેનેજમેન્ટ ના સહયોગ થી દરેક ક્ષેત્રે ઈમ્પ્રુવ કરી અને નક્કી કરેલ લક્ષ્યો હાંસલ કરવાનો પ્રયત્નો કરી રહ્યા છીએ.”