Western Times News

Gujarati News

જી.સી. મુર્મુને ભારતના નવા સીએજી તરીકે રાષ્ટ્રપતિએ શપથ અપાવી

નવીદિલ્હી, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી, જી.સી. મુર્મુની નવી કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમને શપથ ગ્રહણ કરાવ્યા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

જી.એસ.મર્મુના આ શપથ સમારોહમાં સામાજિક અંતર તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં, બધા માસ્ક લગાવીને જોવા મળ્યા હતા અને એકબીજાથી અંતર રાખીને બેઠા હતા. નોંધપાત્ર વાત એ છે કે અગાઉ મુર્મુ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર હતા. રાજીનામું આપ્યા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા મનોજ સિન્હાને તેમની જગ્યાએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમવામાં આવ્યા છે.

ગયા વર્ષે ૨૯ ઓક્ટોબરે ગુજરાત કેડરના ૬૦ વર્ષીય પૂર્વ આઈએએસ અધિકારીએ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ એલજી તરીકે પદ સંભાળ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મુર્મુએ તેમના મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. શપથ લીધા પછી, તેમણે પદ પણ સંભાળ્યું તેમણે મહાત્મા ગાંધી અને ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નમન કર્યું. HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.