જી-૨૩ની બેઠકમાં નેતાઓએ પ્રિયંકા ગાંધી પર સવાલ ઉઠાવ્યા

નવીદિલ્હી, ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં હોબાળો શરૂ થયો છે. પાર્ટીના નારાજ નેતાઓના જૂથ જી-૨૩એ ફરી એકવાર સીધા નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે. આ વખતે પ્રિયંકા ગાંધી પર પણ નિશાન સાધવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જી-૨૩ નેતાઓની બેઠક દરમિયાન સવાલ ઉઠ્યો હતો કે ચૂંટણીમાં હાર બાદ રાજ્યોના પ્રભારીઓ અને મહાસચિવો પાસેથી રાજીનામું કેમ નથી માંગવામાં આવ્યું. કારણ કે પ્રિયંકા ગાંધી યુપીમાં પ્રભારી હતા અને બધું જાેઈ રહ્યા હતા, તેથી જ આ નેતાઓએ પ્રિયંકા પર સીધું નિશાન સાધ્યું છે.
એટલું જ નહીં, પાર્ટીના નારાજ નેતાઓના આ જૂથે પણ બેઠકમાં કહ્યું કે, કોંગ્રેસ પાગલોના જૂથ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે નેતાઓ કોંગ્રેસ હાઈકમાન્ડને પૂછશે કે રાજ્યોના પ્રભારીઓ અને મહાસચિવો પાસેથી રાજીનામા કેમ લેવામાં ન આવ્યા. આ સાથે જી-૨૩ નેતાઓની આ બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે હારની સમીક્ષા કરવા માટે સોનિયા ગાંધીએ જે કમિટીની રચના કરી હતી તેમાં એવા લોકો સામેલ છે જેઓ હાર માટે વાસ્તવિક જવાબદાર છે.HS