જી ૨૩ નેતાઓ હરિયાણા,પંજાબ દિલ્હીથી લઇ યુપી સુધી રેલીઓ કરશે
નવીદિલ્હી: કોંગ્રેસના બાગી નેતાઓના સમૂહ જી ૨૩એ તાજેતરમાં જ જમ્મુમાં બેઠક કરી આ રેલી દરમિયાન ગુલાન નબી આઝાદ,આનંદ શર્મા અને કપિલ સિબ્બલ જેવા દિગ્ગજ નેતાઓ ભગવા સાફામાં જાેવા મળ્યા હતાં તેના દ્વારા તેમણે એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે તે હિન્દુ વિરોધી નથી એક તરફ ભગવો સાફો અને બીજી તરફ રેલીમાં કોંગ્રેસ નબળી થવાની વાત સ્વીકારી આ નેતાઓએ ૧૩૫ વર્ષ જુની પાર્ટીમાં એક નવું જુથ બનાવવાની વાત સ્પષ્ટ કરી દીધી જાે કે કોંગ્રેસની ચિંતા અહીં ખતમ થતી નથી કોંગ્રેસના એ જી ૨૩ જુનથ હજુ પણ અન્ય રેલીઓ કરી શકે છે આ રેલીઓ જમ્મુ કાશ્મીરથી બહાર રાજયોમાં થઇ શકે છે. હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ દિલ્હીથી લઇ યુપી સુધી આ રેલીઓ થઇ શકે છે જાે આમ થશે તો નિશ્ચિત રીતે આ કોંગ્રેસ માટે ચિંતાવાળા વાત હશે
કોંગ્રેસના સુત્રોનું કહેવુ છે કે આ રીતની બેઠક હવે હિમાચલ પ્રદેશમાં થઇ શકે છે આ રાજયથી જ જી ૨૩ જિગ્ગજ નેતા આનંદ શરમા આવે છે કયારેક ગાંધી પરિવારના ખુબ નજીકના રહેલ આનંદ શર્માના ગૃહ રાજય હિમાચલ પ્રદેશમાં આ રેલીઓ થઇ શકે છે. શર્માના નજીકના સુત્રોએ કહ્યું કે એક દૌરમાં ભલે તે કોંગ્રેસ પરિવારના નજીકના નેતાઓમાંથી એક હતા પરંતુ ગત કેટલાક સમયથી તેમનું અતર વધુ છે
રાજયમાં તેમની જગ્યા પર મલ્લિકાર્જૂન ખડગેની નેતા બનાવવામાં આવ્યા છે અને તે ગૃહમાં ઉપનેતા તરીકે કામ સંભાળી રહ્યાં છે આવામાં તેમને મલ્લિકાર્ડૂન ખડગેને રિપોર્ટ આપવો પડી રહ્યો છે હકીકતમાં ખડગે રાહુલ ગાંધીના નજીકના છે અને પાર્ટીના આંતરિક સુત્રોનું કહેવુ છે કે આનંદ શર્મા તેમની સરખામણીમાં સોનિયા ગાંધીના વધુ નજીક છ. સોનિયા અને રાહુલના નજીકના વચ્ચે આ ટકરાવ જ જી ૨૩ તરીકે સામે આવ્યું છે
હિમાચલ પ્રદેશ બાદ હરિયાણા પંજાબ યુપી અને દિલ્હીમાં પણ આ રીતની બેઠકો થઇ શકે છે જાે કે આ સિલસિલો અહીં અટકશે નહીં કોંગ્રેસના આ નેતા જુથમાં પાર્ટીના અધ્યક્ષ પદની ચુંટણી માટે પણ પોતાનો ઉમેદવાર ઉભો કરવા પર વિચાર ચાલી રહ્યો છે જાે રાહુલ ગાંધી અધ્યક્ષ તરીકે ઉતરશે તો તેમની જીત નક્કી જ છે પરંતુ જી ૨૩ તરફથી તેમની વિરૂધ્ધ ઉમેદવાર ઉભો કરવો ચિંતાનો સબબ જરૂર હોઇ શકે છે.
કોંગ્રેસના નેતા સતત પાર્ટી નબળી હોવા પર સવાલ ઉઠાવી રહ્યાં છે તાજેતરમાં જમ્મુમાં શાંતિ સભાના નામથી આયોજીત કાર્યક્રમમાં આનંદ શર્મા અને કપિલ સિબ્બલે કહ્યું હતું કે નબળી કોંગ્રેસ આજની સચ્ચાઇ છે. સિબ્બલ આઝાદ સહિત ૨૩ દિગ્ગજ નેતાઓએ ગત વર્ષ સોનિયા ગાંધીને રત્ર લખી નિયમિત અધ્યક્ષની માંગ કરી હતી જાે કે તેમના આ પત્રને લઇ વિવાદ ઉભો થયો હતો અને અનેક નેતાઓએ તેમે પાર્ટીના મંચ પર જ સવાલ ઉઠાવવાની સલાહ આપી હતી