જી-૭ જેવા જૂથો દુનિયા પર રાજ નહીં કરી શકે : ચીનની ચીમકી
લંડન: કોરોના મહામારી વચ્ચે જી-૭ દેશોની સમિટ મળી હતી, જેમાં સૌથી અમીર દેશોએ ચીન સામે રણનીતિ ઘડી કાઢી છે જેને પગલે ડ્રેગન છંછેડાયું છે. સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવનારા ચીને હવે જી-૭ દેશોને સીધી ધમકી આપી દીધી છે અને કહ્યું છે કે હવે જી-૭ જેવા નાના જૂથો દૂનિયા પર રાજ નહી કરી શકે.
ચીને ગુ્રપ ઓફ સેવન તરીકે ઓળખાતા આ સંગઠનના દેશોને સ્પષ્ટ રૂપે ચેતાવણી આપતા કહ્યું છે કે હવે તે દિવસો પુરા થઇ ગયા જ્યારે નાના સમૂહ વાળા દેશો દુનિયા પર રાજ કરતા હતા. જી-૭ સમિટમાં ચીન વિરૂદ્ધ ઘણા ર્નિણયો લેવાયા છે જેને પગલે ડ્રેગન છંછેડાયુ હતું અને સીધી ધમકી આપવા લાગ્યું છે.
લંડન સિૃથત ચીનના હાઇ કમિશનના એક પ્રવક્તાએ કહ્યું કે એક સમય હતો જ્યારે જી-૭ જેવા નાના સમૂદ સાથે જાેડાયેલા દેશો વૈશ્વિક ર્નિણયો લેતા હતા. જાેકે હવે તે સમય પુરો થઇ ગયો છે, અમે માનીએ છીએ કે નબળો-ગરીબ તે તાકતવર એમ દરેક દેશ બરાબર છે. વૈશ્વિક સ્તરે દરેક દેશોની સાથે ચર્ચા વિચારણા બાદ જ કોઇ મોટો ર્નિણય લેવો જાેઇએ.
જી-૭ દેશોના નેતાઓની બ્રિટનમાં બેઠક યોજાઇ ગઇ જેમાં ચીનને તેની શાન ઠેકાણે લાવવા અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી. દુનિયાના સૌથી અમીર દેશો આ જી-૭ દેશોના સભ્યો છે જેમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, જાપાન, ફ્રાંસ, ઇટાલી, જર્મની સામેલ છે.આ દેશોનું માનવુ છે કે ચીનની વધી રહેલી બેકાબુ તાકાતને રોકવા માટે વૈશ્વિક સ્તરે સમાધાન કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે. જી-૭ દેશોના નેતાઓએ ચીનના વૈશ્વિક અભિયાનનો જવાબ આપવા માટે એક પાયાની યોજના લોંચ કરી છે.
માનવ અધિકારોના ઉલ્લંઘન પર ચીનને આગળ વધતુ કેવી રીતે અટકાવી શકાય તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને જી-૭ સમિટમાં એક એવી રણનીતિ ઘડી કાઢી છે જેમાં લોકશાહીમાં માનતા દેશો પર બંધુઆ મજદૂરી પ્રથાઓને લઇને ચીનનો બહિષ્કાર કરવા માટે વૈશ્વિક સ્તરે દબાણ વધારવામાં આવશે.આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા વન બેલ્ટ વન રોડ (ઓબીઓઆર)ની સામે એક યોજના ઘડી કાઢવા માટે જી-૭ દેશો સહમત થયા હતા. જેનાથી ચીનને હજારો કરોડ ડોલરનું નુકસાન થવાની શક્યતાઓ છે. જેને પગલે જ ચીને હવે સીધા આ જી-૭ દેશોને નિશાન બનાવવાની તૈયારી કરી લીધી છે અને તેની શરૂઆત પણ કરી દીધી છે.
ચીનની વન બેલ્ટ વન રોડ યોજના અંતર્ગત શ્રીલંકા, પાકિસ્તાન સહિત આફ્રિકામાં પણ ચીન પોતાની જાળ બીછાવી રહ્યું છે. આ દેશોને મોટી રકમની લોન આપે છે અને બાદમાં તેને પોતાના ગુલામ બનાવી લે છે. પાકિસ્તાન દ્વારા પણ ચીન પાસેથી કરોડો રૂપિયાની લોન લેવામાં આવી છે. ચીનની રણનીતિ એ છે કે તે આ દેશોને મોટી લોન આપીને તેને દેવાની જાળમાં ફસાવે છે. બાદમાં તેનો ઉપયોગ પોતાની ઇચ્છા મુજબ કરે છે. આ એક પ્રકારની બંધુઆ મજદુર જેવી સિૃથતિ હોય છે જેમાં લોન લેનારા દેશોએ ચીનના ઇશારે કામ કરવું પડે છે અને તેમાં સૌથી મોટુ ઉદાહરણ પાકિસ્તાન છે.