જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૮ મહિલાઓને ઝડપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/Gamblers-caught.jpg)
સુરત, સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જુગારી ઓ દ્વારા જુગાર રમતા હોવાને લઈને પોલીસ દ્વારા સતત દરોડા કરવામાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ કાપોદ્રા વિરતમાં એક જુગાર ધામની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. અહીંયા જુગાર રમતા અનીય કોઈ નહી મહિલાઓ નીકળતા પોલીસે આ તમામ મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જુગાર રમવા માટે કેટલાક લોકો પોતાના ઘરમાં જુગાર ધામ શરુ કર્યુ હતું. ત્યારે આવા જુગારીઓને પકડી પડવા માટે પોલીસ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભક્તિનગર સોસાયટીના એક મકાનમાં ચીમન નામનો એક ઈસમ પોતાના અંગત ફાયદા માટે બહાર થી માણસો બોલાવી જુગાર રમાડી પોતાનો ફાયદો કરવા માટે જુગાર ધામ ચલાવે છે. જોકે, પોલીસે આ બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસ જુગાર ધામ પર પહોંચી ત્યારે ત્યાં જુગાર રમતા લોકોને જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. અહીંયા જુગાર અન્ય કોઈ નહિ પણ મહિલાઓ જુગાર રમતી હતી. આ જુગારધામ જુગારીઓ મહિલા હોબવાને લઈને પોલીસે ત્યાં જુગાર રમતી ૮ મહિલા અને જુગાર ધામ ચલાવતા ચીમન ભાઈ જુગારના રૂપિયા રોકડા ૨૭ હજારનો મુદામાલ સાથે ઝડપી પાડી આ તમામ મહિલાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે પોલીસ અહીંયા વેપારી જુગાર રમતા હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા પણ આ જુગારધામમાં તો મહિલા અને તે પણ તમામ ગૃહિણી ઓ હોવાનું સામે આવતા પોલીસ પણ એક વાર વિચારમાં પડી ગઈ હતી.SSS