જુગારમાં પત્નીને હાર્યો તો જુગારીઓએ ગેંગરેપ કર્યો
ભાગલપુર: બિહારના ભાગલપુરમાં માનવતા અને પતિ-પત્નીના સંબંધોને શરમમાં મૂકે એવી એક ઘટના સામે આવી છે. અહીં એક શખ્સ પત્નીને જુગારમાં હારી ગયો. આરોપ છે કે ત્યારબાદ જુગારીઓએ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું. પીડિતાએ જ્યારે પોતાની સાથે થયેલી હીન કૃત્યનો વિરોધ કર્યો તો પતિએ તેની પર એસિડ અટેક કરી દીધો. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે. મળતી જાણકારી મુજબ, ઘટના ૨ નવેમ્બરની છે. આ દરમિયાન પીડિતાની સારવાર જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં ચાલી.
મહાભારતની કથામાં તો પાંડવ દ્વારા જુગારમાં દ્રોપદીને હાર્યા બાદ તેમને બચાવવા માટે ભગવાન કૃષ્ણ પહોંચ્યા હતા, પરંતુ ભાગલપુરની વિવાહિતાને બચાવવા માટે કોઈ સામે ન આવ્યું. પીડિતા પતિના ચુંગાલથી માંડમાંડ બચીને પિયર પહોંચી અને પરિજનોની સાથે સામાજિક કાર્યકર્તા દીપ સિંહથી ન્યાય માટે મદદ માંગી.
સામાજિક કાર્યકર્તાએ સીનિયર એસી આશીષ ભારતી સાથે વાત કરી અને પછી એસએસપીના નિર્દેશ પર મોજાહિદપુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી. પીડિતાએ આપેલા નિવેદન અુનસાર તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. સંતાન ન હોવાના કારણે સતત વાંઝણી હોવાના કડવા વેણ કહેવામાં આવતા હતા. પતિ દારૂડિયો અને જુગારી હતો અને આ કડીમાં જુગારમાં તેણે જ દારૂના નશામાં તેને દાવ પર લગાવી દીધી અને હારી ગયો.
ત્યારબાદ પાંચ-છ લોકોએ તેમની સાથે દુષ્કર્મ આચર્યું. તેને લઈને સતત પતિ સાથે લડાઈ થતી હતી. એક દિવસ આરોપીએ તેની પર એસિડથી હુમલો કરી દીધો. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, શનિવારે કોઈક રીતે પતિના ચુંગાલમાંથી છટકીને પોતાના પિયર પહોંચી અને ત્યાં સામાજિક કાર્યકર્તા દીપક સિંહને પોતાની આપવીતી જણાવી. ત્યારબાદ સામાજિક કાર્યકર્તાએ પોલીસ અધીક્ષકને ઘટનાની જાણકારી આપી અને પછી પીડિતાને પતિ અને અન્ય સામે ફરિયાદ નોંધાવી. આ મામલાની ગંભીરતાથી નોંધ લેતા પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે.
સીનિયર એસપીએ સ્પીડી ટ્રાયલના માધ્યમથી આરોપીઓને સજા અપાવવાની વાત કહી છે. એસએસપી આશીષ ભારતીએ મામલાની તપાસ કરાવીને તમમ દોષિતોની ઓળખ કરી ધરપકડ સુનિશ્ચિત કરવાની વાત કહી. તેઓએ કહ્યું કે અમાનવીય હરકતમાં સામેલ આરોપીઓને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે.