જુગાર રમતા પડકાય તો ૪૦ હજારનો દંડ વસુલાશે
શિમલા: મહિલાઓને અડધી વસ્તી પણ કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં હવે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ભાગીદારી નિભાવી રહી છે કાઝા પંચાયતની અડધી વસ્તીએ અનેક એક નિર્ણય લીધા છે જે આવાનારા સમયમાં કાજા પંચાયત માટે જ નહીં પરંતુ અન્ય પંચાયતો માટે પણ ઉદાહરણ રજુ કરશે
કાઝામાં મહિલા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા જેની પ્રશંસા જનતા કરી રહી છે કાજા મહિલા ગ્રામ સભામાં મુખ્ય મુદ્દા ઉઠયો કે પંચાયતના અનેક વિસ્તારોમાં તાશ અને જુગાર જાહેરમાં રમાઇ રહ્યાં છે જયાં પુરૂષ મોટી સંખ્યામાં હાજર રહે છે
તેનાથી બાળકો અને યુવા પેઢી પર ખરાબ અસર પડી રહી છે આથી સર્વસમ્મતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો કે પંચાયત આધીન કયાંય પણ જુગાર અને તાશ રમાશે નહીં અને જાે કોઇ આ ગતિવિધિમાં સામેલ જણાશે તો તેના ઉપર ૪૦ હજારનો દંડ લગાવવામાં આવશે અને સખ્ત કાર્યવાહી કરાશે