જુગ જુગ જિયોની ટીમે અનોખા અંદાજમાં વરુણને બર્થડે વિશ કર્યું

મુંબઈ, બોલિવૂડ અભિનેતા Varun Dhawan ૨૪મી એપ્રિલ ૨૦૨૨ના રોજ પોતાનો ૩૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર તેની અપકમિંગ ફિલ્મ Jug Jug Jiyoની આખી ટીમે ખાસ અંદાજમાં શુભકામના પાઠવી છે. અનિલ કપૂર, નીતૂક કપૂર, મનીષ પૉલ, કિયારા અડવાણી, પ્રાજક્તા કોહલી વગેરે શુભકામનાઓ પાઠવી અને આ વીડિયો ફિલ્મમેકર કરણ જાેહરે શેર કર્યો છે.
વીડિયોની શરુઆત જ અનિલ કપૂરથી થાય છે, તે કહે છે કે, વરુણ માય બોય, તુ કેટલા વર્ષનો થઈ ગયો છે. તુ જેટલા પણ વર્ષનો થઈ જાય પણ તુ મારા કરતા વધારે યંગ નહીં દેખાય. મારા કરતા વધારે યંગ દેખાવવાનો પ્રયત્ન પણ ના કરતો.
દબાદબ હિટ ફિલ્મો આપતો જા, પણ તારી સૌથી મોટી હિટ મારી સાથે જ હશે. Jug Jug Jiyo. નીતૂ કપૂરે પણ વરુણ ધવનને શુભકામના પાઠવી. તેમણે વરુણને કહ્યું કે, હેપ્પી બર્થ ડે. તુ મારા દીકરા જેવો જ છે.
આ સિવાય કિયારા અડવાણી, મનીષ પોલ અને ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા પણ વરુણ ધવનને ખાસ અંદાજમાં શુભકામના આપી છે. ઉલ્લેખનીય છે કે કરણ જાેહરના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં લીડ રોલમાં વરુણ ધવન અને કિયારા અડવાણી છે. અનિલ કપૂર અને નીતૂ કપૂર પણ આ ફિલ્મનો ભાગ છે.
ફિલ્મની શૂટિંગ થઈ ગઈ છે. ફિલ્મ ૨૪ જૂન ૨૦૨૨ના રોજ રીલિઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે વરુણ ધવન અને કિયારા અડવાણી આ પહેલા ફિલ્મ કલંકમાં એકસાથે જાેવા મળ્યા હતા.
આ ફિલ્મમાં કિયારાનો મોટો રોલ નહોતો પરંતુ તે અને વરુણ ધવન એક ગીતમાં સાથે જાેવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે વરુણ ધવન ફિલ્મમેકર ડેવિડ ધવનનો દીકરો છે, જેણે સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વરુણ ધવનના લગ્ન નતાશા દલાલ સાથે થયા છે.SSS